________________
૫૧૦ ]
સૌ કાલથી ગુપ્તકાલ
[ પશ્ચિ
વિસામે લેવા ખેડી. ક્ષુધાતુર બાળકે પાકેલી આમ્રવૃક્ષની ભૂખ માગી એટલે એણે એ આપી. નેમિનાથનું સ્મરણ કરી એણે બંને પુત્રો સાથે શિખર ઉપરથી ઝપાપાત કર્યાં. એ દેવી બની.
બાદેવીના ગયા પછી સામભટ્ટને ભારે પસ્તાવા થયા. એ એની પાછળ ગિરનાર ગયા. અબાદેવી અને બાળકોને મૃત સ્થિતિમાં જોયાં. એ પણ એક ભયાનક કુંડમાં પડયો. મરીને વ્યંતર-રૂપે એ દેવીના વાહનરૂપે સિંહનો અવતાર પામ્યા.૬૦
૨૫. ગિરિનગર
ગિરિનગરમાં એક અગ્નિપૂજક વણિક દર વર્ષે એક ઘરમાં રત્નો ભરીને પછી એ ધર સળગાવી અગ્નિનું સતર્પણ કરતા હતા. એક વાર એણે નિયમ મુજબ ઘર સળગાવ્યું, એ સમયે પવન ખૂબ ફૂંકાયા, તેથી આખું નગર ખળી ગયું.
ખીજા એક નગરમાં એક વણિકે આ રીતે અગ્નિનું સત કરવાની તૈયારી કરી છે એમ ત્યાંના રાજાને ખબર પડી, આથી ગિરિનગરની આગનો પ્રસંગ યાદ. કરીને એણે એનું સર્વસ્વ હરણ કરી લીધું....૬૧
૨૬ સ્તંભનફ
સ્તંભતીર્થ અને સ્ત ંભનપુર અગર સ્તંભનકપુર એ બે નામ ઐતિહાસિક ગ્રંથેામાં મળી આવે છે. સરખાં નામથી બંને એક હોય એવા આભાસ થાય છે, પરંતુ બંને નામેાવાળાં ગામ જુદાં જુદાં છે. જૈન ગંથાના આધારે પાર્શ્વનાથની મૂર્તિ આગળ સિદ્ધ નાગાર્જુને રસનું રતંભન કરવાથી સ્તંભનપુર-થાંભણા ગામ શેઢી નદીના કિનારે વસ્યું એવી અનુશ્રુતિ જાણવા મળે છે.
સિદ્ધ નાગાજુ તે ગુરુ પાદલિપ્તસૂરિ પાસેથી કાર્ટિલેધી રસ સિદ્ધ કરવાનો ઉપાય પૂછતાં આચાય શ્રીએ જણાવ્યું કે ‘પ્રતાપશાલી પાર્શ્વનાથની પ્રતિમા સંમુખ સુલક્ષણી પદ્મિની સ્ત્રી જે દિવ્ય એષધિના રસથી શુદ્ધ કરેલા પારાનું ખલમાં મન કરે તેા કોટિવેધી રસ ઉત્પન્ન થાય.'
નાગાજુ ને એવી પાર્શ્વનાથની પ્રતિમા મેળવવા એના પિતા વાસુકિ પાસેથી માહિતી મેળવી. અસલ દ્વારિકામાં સમુદ્રવિજય રાજાએ પાર્શ્વનાથની ભરાવેલી અનુપમ પ્રતિમા પણ દ્વારકા સમુદ્રમાં ડૂબી જતાં સાથે ડૂબી ગઈ હતી. કાંતિપુરના ધનપતિ નામના શેઠે વેપારાર્થે પેાતાના વહાણને સમુદ્રમાગે લઈ જતાં દૈવી