SearchBrowseAboutContactDonate
Page Preview
Page 545
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૮) મૌર્યકાલથી ગુપ્તકાલ [ પરિ. કાકાસે રાજાની આજ્ઞાથી ગરુયંત્ર બનાવ્યું. રાજા રાણી અને આ કાકાસ સાથે આકાશમાં વિહરવા લાગ્યાં. જે કોઈ રાજા એને નમતે નહિ તેને એ કહેતા કે હું આકાશમાર્ગે આવીને તમને મારીશ, આથી બીકના માર્યા બધા રાજા એને વશ થયા હતા. ઉજજૈનીને રાજાનું નામ હતું જિતશત્રુ, પણ તેલ વડે દાઝી જવાથી એ કાળો પડી જતાં કાગડાના વર્ણ જેવો લાગતાં લોકો એને “કાકવણ' નામથી ઓળખતા હતા. એ રાજાને બીજી રાણીઓ પણ હતી. પટરાણી જ્યારે ગયંત્રમાં બેસી ફરવા જતી ત્યારે બીજી રાણીઓ પૂછતી : અમને બેસાડશે ? રાણીએ એમની માગણીને દાદ ન આપી ત્યારે એક રાણીએ, જ્યારે આ ગરૂયંત્ર ઊડવાની તૈયારી કરતું હતું ત્યારે, એના પાછા ફરવાની એક ખીલી કાઢી લીધી. ગરૂડયંત્ર ઊડયું, પણ પાછા ફરવાનો વિચાર થયો ત્યારે ખબર પડી કે પેલી ખીલી નહોતી. આખરે એ ગરુડયંત્ર કલિંગ દેશમાં પહોંચ્યું અને જમીનથી - થોડે દૂર એની પાંખ ભાંગી જતાં એ ત્યાં પડયું. કફકાસ રાજા-રાણીને ત્યાં મૂકી નગરમાં ગયો. ત્યાંનો રથકાર રથ બનાવી રહ્યો હતો. એમાં એણે એક ચક બનાવ્યું હતું અને બીજું અડધું ઘડ્યું હતું. કોકકાસે રથકાર પાસે ઓજાર માગ્યાં. રથકારે કહ્યું : “આ એજાર તે રાજાનાં હોવાથી બહાર અપાતાં નથી, એટલે ઘેરથી મારાં ઓજાર લાવી આપું.' એમ કહી એ ગ. દરમ્યાન અહીં કેકકાસે એવું ચક્ર બનાવ્યું કે ઊંચું રખાય તે ઉપર જાય, કોઈ સાથે અથડાય તો એ પાછું ફરે, અને પાછળ માં રહે તેમ રાખે તો પડે નહિ. આ રીતે ચક્ર બનાવીને કક્કાસ એને તપાસતો હતો, એવામાં પેલે રથકાર ત્યાં આવ્યા અને એણે જોયું તો ચક તૈયાર થઈ ગયું હતું. બહાનું કાઢી એ ત્યાંથી ગયો અને એણે રાજાને કહ્યું કે “કેકાસ આવ્યો છે, જેના બળથી બધા રાજ વશમાં લેવાયા છે. રાજાના હુકમથી કક્કાસને પકડવામાં આવ્યું. એને મારવામાં આવ્યો ત્યારે જ એણે કહ્યું કે કાકવણું અને એની રાણી અમુક જગ્યાએ છે. એ ઉપરથી રાજાએ કાકવણું અને એની રાણીને પકડી લીધો અને એમને ભોજન આપવાની ના પાડી. નગરજનોએ અપયશની બીકથી કાકપિંડ પ્રવર્તાવ્યા, જેથી એ દ્વારા રાજા-રાણીને આહાર મળી શકે. રાજાએ કેક્કાસને કહ્યું : “મારા પુત્ર માટે ચારે બાજુએ સાત માળને મહેલ બનાવ અને એની વચમાં મારા માટે બનાવ, જેથી હું બધા રાજાઓને અહીં લાવી શકું.' કાકાએ એવો મહેલ બનાવી આપે.
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy