________________
૪ થ્રુ ]
આનુશ્રુતિક વૃત્તાંતા
[ ૫૦૭
ચાર શિષ્ય ૧. નાગેન્દ્ર, ૨. ચંદ્ર, ૩. નિવૃતિ અને ૪. વિદ્યાધરના નામથી સાધુએની ચાર શાખાએ પ્રવતી હતી.૫૫ અહીંના જિનાલયમાં જીવંતસ્વામી ઋષભદેવની પ્રતિમા હોવાથી એ જૈનેાની તી ભૂમિ હતું.પ૬ વર્ણાશ્રમમાં નહિ માનનારા જૈન ધર્મના અનુયાયીઓમાં અહીંના વૈકટિક ( દારૂ ગાળનારા-કલાલ ) અને શાકટિક (ખેડૂત) ગૃહસ્થાની વાત જાણીતી છે. આ પ્રદેશમાં કલાલે પણ ખીજાઓની સાથે ભેાજન લઈ શકતા હતા.૫૭
સાપારક દરિયાઈ ખદર હોવાથી વેપારનું મોટું મથક હતું. પરદેશથી કેટલાંય વહાણ માલ ભરીને રાજ આવતાં હતાં અને અહીથી ખીજા દેશોમાં જતાં હતાં. ‘ નિશીથચૂર્ણિ` 'માં ઉલ્લેખાયેલી એક અનુશ્રુતિ મુજબ-સાપારામાં વેપારીએનાં પાંચસે। કુટુંબ રહેતાં હતાં. ત્યાંના રાજાએ એમને કર માફ કર્યો હતેા, પણ મંત્રીની સલાહથી રાજાએ એમની પાસેથી કરની માગણી કરી. પરંતુ ‘રાજાની માગણી સ્વીકારવાથી પુત્ર-પૌત્રાને પણ આ કર આપવા પડશે' એમ વિચારી વેપારીએએ કર આપવાની ના પાડી. રાજાએ કહ્યું કે કર આપવા ન હેાય તે। અગ્નિપ્રવેશ કરે.' આથી પાંચસોય વેપારીઓએ પેાતાની પત્ની સહિત અગ્નિપ્રવેશ કરી જીવનનેા અંત આણ્યા.
આ વેપારીઓએ પાંચસેા શાલભંજિકાએથી શેાભતુ એક સુંદર સભાગૃહ ત્યાં બનાવ્યું હતું કે જયાં વેપારીએ સાદા કરતા અને પારસ્પરિક વાંધાઓને નિકાલ કરતા.૫૮
અહીંના પ્રસિદ્ધ શિલ્પી કાકાસ ઉજ્જૈનીમાં પેાતાનું નસીબ અજમાવવા ગયા તેને વિશે ‘આવશ્યકચૂર્ણિ 'માં આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે: ૧૯
સાપારકમાં એક રથકાર-સુતાર રહેતા હતા. એની દાસીને બ્રાહ્મણથી એક પુત્ર થયા. એ દાસચેટ ગુપ્તપણે રહેતા હતા. હું જીવીશ નહિ એવું વિચારી એ રથકાર પેાતાના પુત્રાને પાતાની વિદ્યા શીખવવા લાગ્યા, પણ પુત્રાની બુદ્ધિ મંદ હોવાથી તેઓ ક ંઈ પણ શીખ્યા નહિ. પેલા દાસચેટે રથકારની બધી વિદ્યા સંપાદિત કરી. રથકાર મરણ પામ્યા. એ નગરના રાખ્તએ દાસચેટ(કાકાસ)ને આખું ઘર આપી દીધું. એ કાક્કાસ ધરનેા માલિક બન્યા.
એકદા સાપારકમાં દુકાળ પડ્યો. કેાાસ પેાતાનું નસીબ અજમાવવા ઉજ્જૈની ગયા. પેાતાની જાણ કરવા એણે યાંત્રિક કબૂતરા દ્વારા રાજાના ગંધશાલિ ( એક પ્રકારના સુગંધી ચાખા ) ચણવા માંડયા. કઠારીએએ રાજાને ફરિયાદ કરી. તપાસ કરતાં કાક્કાસ નજરે પડ્યો. એને રાજા પાસે લાવવામાં આન્યા. રાજાએ એને એળખ્યા અને એના ભરણ પાપણની વ્યવસ્થા કરી.