________________
૫૦૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પરિ.
આવશ્યક-ચૂર્ણિમાં જણાવ્યું છે કે તે પારકને સિંહગિરિ રાજા મલ્લોની સાઠમારી કરાવતો હતો અને જેને વિજય થાય તેને પુષ્કળ દ્રવ્ય આપતો હતો. પ્રતિવર્ષની સાઠમારીમાં ઉજજૈનીને અણુ મલ્લ વિજયચિહ્ન તરીકે પતાકા લઈ જતો હતો, આથી સિંહગિરિ રાજાએ એક માછીનું બળ પારખી એને મલ્લવિદ્યા શીખવા પ્રેરણા કરી મલ બનાવ્યા. બીજે વર્ષે આ માસ્મિક મલે અણને હરાવી દીધો.
પરાજયથી માનભંગ થયેલો અણ સૌરાષ્ટ્રમાં કઈ મલ્લ હેવાના સમચારથી સોપારકથી સીધો સૌરાષ્ટ્ર તરફ જઈ રહ્યો હતો, ત્યાં ભરુકચ્છમાં એક ખેડૂતને એક હાથે હળ ખેડત અને બીજે હાથે ફલહી-કપાસ ચુંટતો જે.૪૯ અટ્ટણ સૌરાષ્ટ્ર ન જતાં આ ખેડૂતને લાલચ આપી ઉજજૈની લઈ ગયો અને એણે એને મલ્લવિદ્યા શીખવી. એ ફલહી ભલ્લ તરીકે પ્રસિદ્ધિ પામ્યો. એ બંને સાઠમારી પ્રસંગે સોપારી આવ્યા. ભાસ્મિક મહલ સાથે ફલહી મલ્લનું યુદ્ધ થયું. ત્રીજે દિવસે ભાસ્મિક મલ્લ હાર્યો અને છેવટે મરણ પામ્યો.૫૦
૨૨. યંત્રપ્રતિમા બૃહકલ્પ-ભાષ્ય માં યંત્રપ્રતિમા વિશે આ પ્રકારે માહિતી મળે છે: ૫૧
આ. પાદલિપ્તસૂરિએ રાજાની બહેનના સમાન આકારની યાંત્રિક પ્રતિમા બનાવી હતી. એ પ્રતિમા હાલતા-ચાલતી, ઉન્મેષ-નિમેષ કરતી, હાથમાં પંખો લઈને આચાર્યની સંમુખ ઊભી રહેલી બતાવી હતી. બ્રાહ્મણોએ રાજાને ભ્રમમાં નાખી પાદલિપ્તસૂરિના ચારિત્રયમાં શંકા ઉપજાવી, તેથી આચાર્ય એ પ્રતિમાનાં યંત્ર વિખેરી નાખ્યાં. યવન દેશમાં આવાં સ્ત્રી-સ્વરૂપ પ્રચુર પ્રમાણમાં કરવામાં આવે છે.
૨૩. સોપારક મુંબઈની ઉત્તરે થાણા જિલ્લામાં સમુદ્રના કિનારે સોપારા નામનું નગર આવેલું છે.૧૨ અહીંના સિંહગિરિ રાજાને મલ્લવિદ્યાનો ભારે શોખ હતો. પ્રતિવર્ષ એ ભલેની સાઠમારી કરાવતો. એણે જ અહીંના એક માછીને પોથી માસ્મિક મલ્લ નામથી પ્રસિદ્ધિ અપાવી હતી.૫૩
સોપારક જૈન ધર્મનું કેદ્ર હતું. અહીં આર્ય સમુદ્ર, આર્ય મંગૂ૫૪, અને આર્ય વજીસ્વામીના શિષ્ય વસેનાચાર્ય આ નગરમાં આવ્યા હતા. વજસેનાચાર્યના