________________
૪ 3 ]
આનુશ્રુતિક વૃત્તાંતા
[ ૪૯૯
કાઈ યાગીએ જીવદેવસૂરિના શિષ્યની વાચા બંધ કરી દીધી હતી અને એક વાર એમના સમુદાયની સાધ્વી ઉપર યાગચૂર્ણ નાખી પરવશ કરી હતી, પરંતુ આચાર્યે પેાતાની અપૂર્વાશક્તિથી બંને પ્રસ ંગેામાં યાગીને પરાજય કરી એને યેાગ્ય શિક્ષા કરી હતી.
આ આચાયના સમયમાં ઉજ્જૈનમાં વિક્રમાદિત્ય રાજા રાજ્ય કાં હતા. એણે સંવત્સર ચલાવવા માટે પૃથ્વીનું ઋણ ચૂકવવા દેશેદેશ પેાતાના મંત્રીને મેાકલ્યા હતા. તેઓમાંનેા લીંબા નામના પ્રધાન વાયડ આવ્યા. એણે અહીંના મહાવીરમ દિને જીણુ જોઈ એના ઉદ્ધાર કરાવ્યા અને એના ધ્વજ-દંડની પ્રતિષ્ઠા વિ. સં. છ માં જીવદેવસૂરિના હાથે કરાવી,
વાયડમાં લલ્લ શેડ જ્યારથી જૈનધર્મી બન્યા ત્યારથી જ વાયડના બ્રાહ્મણે એમના ઉપર અને છવદેવસૂરિ ઉપર દ્વેષભાવ રાખવા લાગ્યા હતા. પરિણામે એક વાર એક મૃતપ્રાય ગાય જીવદેવમૂર્િ–અધીનસ્થ મહાવીરચૈત્યમાં વાળી દીધી. સવારે જ્યારે સાધુઓએ જોયું તે દેરના મંડપમાં જ ગાય ભરેલી હાલતમાં પડી હતી, એટલે જીવદેવસૂરિએ એકાંત સ્થાનમાં ખેસીને પાતે સિદ્ધ કરેલી પરકાયપ્રવેશિની વિદ્યાથી પોતાના પ્રાણ બહાર કાઢી ગાયના શરીરમાં પ્રવેશ કરાવ્યા, આથી ગાય ત્યાંથી ઊડીને બ્રહ્માના મદિરમાં ગભગૃહમાં જઈ ને પૈસી ગઈ તે નિશ્ચેતન થઈ ઢળી પડી. પૂજારીએ આ ચમત્કાર–ભરી ઘટનાની વાત બ્રાહ્મણાને કહી. ઉત્પાત જેવી ઘટનાથી બ્રાહ્મણો વિચારમાં પડી ગયા. એમને જણાયું કે ગઈ કાલે કેટલાક યુવકોએ જૈનેને છેડયા એનું આ પરિણામ છે. વિચારશીલ બ્રાહ્મણો જીવદેવસૂરિ પાસે આવી આજીજી કરતા કહેવા લાગ્યા : ગુરુદેવ ! આ ગાય જીવતી ઊડીને બહાર જાય એવા ઉપાય કર.' પરંતુ આચાય શ્રીએ એમની વિનંતી ઉપર ધ્યાન ન આપ્યું. એમણે પાસે ખેઠેલા લક્ષ શેડને વીનન્યા કે ‘આચાય શ્રીને કહીને અમને આ સંકટમાથી બચાવી દે.'
લલ શેડ તેા આ બધું જાણતા હતા એટલે બ્રાહ્મણાને ઠપકા આપી કહ્યું ૐ ‘તમારે આ સંકટમાંથી તમારા ઉદ્ધાર કરવા હોય તેા જૈના સાથે સુલેહનામું થઈ શકે તેવી આ શરતા કબૂલ કરવી પડશે. જુએ, જેના વાયડમાં ગમે તે ધાર્મિક ઉત્સવા ઊજવે એમાં કાઈ એ કાઈ પ્રકારનું વિઘ્ન ઊભું ન કરવું. વાયડમાં જે કઈ ધાર્મિક કાય વ્યવસ્થા થાય તેમાં મહાવીરના સાધુઓને ભાગ પહેલા રહેશે. જીવદેવસૂરિની ગાદીએ જે આચાય બેસે તેમને સુવણ યજ્ઞાપવીત પહેરાવીને બ્રહ્માના મંદિરમાં પટ્ટાભિષેક કરવા.