________________
૪૯૮ ]. મૌર્યકાલથી ગુપ્તકાલ
[ પરિ. ૧૪-૧૫. રાશિલસરિ અને જીદેવસૂરિ બનાસકાંઠા જિલ્લામાં ડીસા પાસે આવેલા વાયડગામમાં વાયડજ્ઞાતીય શેઠ ધર્મદેવ અને એનાં પત્ની શીલવતી નામે રહેતાં હતાં. એમને મહીધર અને મહીપાલ નામે બે પુત્ર હતા. નાનો પુત્ર મહીપાલ ઘણુંખરું પરદેશમાં કાર્ય કરતો હતો.
વાયડગના આચાર્ય જિનદત્તસૂરિ વાયડ અને એની નજીકના પ્રદેશમાં વિચરતા હતા. એમના ઉપદેશ સાંભળી સંસાર ઉપર વિરાગ્ય થતાં મહીધરે દીક્ષા લીધી. ભણીગણીને ગીતાર્થ થતાં ગુરુએ એમને આચાર્ય પદવી આપી, પોતાની શાખાને અનુસરે એમનું ‘રાશિ સૂરિ' નામ પાડી એમને પોતાની પાટ બેસાડયા ને જિનદત્તસૂરિ કાળધર્મ પામી ગયા.
મહીપાલ રાજગૃહ નગરમાં વિચરતાં દિગંબરાચાર્ય શ્રુતકીર્તિના પરિચયમાં આવ્યું. એણે એમની પાસે દીક્ષા લીધી ને એ “સુવર્ણકતિ નામથી પ્રસિદ્ધિમાં આવ્યા. શ્રુતકીર્તિ આચાર્યે એમની યતા જોઈ એમને “અપ્રતિચક્રવિદ્યા' અને “પરકાયપ્રવેશવિદ્યા' એ નામની બે વિદ્યાઓને આમ્નાય આપી પોતાના પટ્ટધર બનાવ્યા.
મહીપાલની માતાએ રાજગૃહ તરફના વેપારીઓ પાસેથી મહીપાલની દીક્ષાશિક્ષાના સમાચાર સાંભળી એમને મળવા એ રાજગૃહ તરફ ગઈ. શીલવતીએ પોતાના બે દીકરાઓમાં એક તાંબર અને બીજે દિગંબર એમ બે મત જોઈ બંનેને એક માર્ગના અનુયાયી કરવાની દષ્ટિએ સુવર્ણકીર્તિને કહ્યું : “જિનેશ્વરને તે એક જ માર્ગ-સિદ્ધાંત હેય, એમાં વળી ભેદ કેવા છે આથી તમે બંને ભાઈ એકઠા થઈને સાચા માર્ગનો નિર્ણય કરો, જેથી હું પણ એ માર્ગને અનુસર.' માતાનાં લાગણીર્યા વચનોથી સુવર્ણકીતિ વાયડ તરફ આવ્યા. માતાએ બંને મુનિઓને આચારમાર્ગ તેમજ ત્યાગ જોઈ બંને આચાર્યોને જુદી જુદી રીતે પિતાને ત્યાં ગોચરી લેવા બોલાવ્યા. વેતાંબર માગનું વિશુદ્ધતર વાસ્તવિકપણું માતાએ સપ્રમાણ બતાવતાં સુવર્ણકીર્તિને શ્વેતાંબરમાર્ગ ગ્રહણ કરવા અનુરોધ કર્યો. રાશિ સૂરિએ પણ એમને ખૂબ સમજાવ્યા ત્યારે દિગંબર સુવર્ણકીર્તિએ વસ્ત્રને સ્વીકાર કરી શ્વેતાંબર માર્ગ અપનાવ્યા. કવેતાંબર સંપ્રદાયના સિદ્ધાંત થોડા સમયમાં જ ભણીગણી ગીતાર્થ થતાં રાશિવસૂરિએ પોતાના ભાઈ સુવર્ણકીર્તિને આચાર્યપદવી આપી “વદેવસૂરિ નામે પિતાના પટ્ટધર બનાવ્યા.