________________
[૪૯૭
૪ થું]
આનુશ્રુતિક વૃતિ મથુરાની “સ્કાદિલી વાચના અને વલભીપુરની “નાગાર્જુની વાચના થયા પછી લગભગ સો-દોઢસોથી યે વધુ વર્ષ વ્યતીત થયા પછી દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં વલભીનગરમાં વીર નિર્વાણ સંવત ૯૮૦( વિ. સં. પાં, ઈ. સ. ૪૫૪)માં ફરીથી બમણસંઘ એકત્રિત થયે અને માથરી તેમજ વાલભા વાચનાઓના સમયે લખાયેલા સિદ્ધાંતો ઉપરાંત જે જે ગ્રંથ, પ્રકરણ વગેરે મોજૂદ હતાં તે બધાં લખીને સુરક્ષિત કરવાનો નિશ્ચય કરવામાં આવ્યું.
આ કાર્ય–સંઘટના સમયે માથુર પરંપરાના અગ્રણી યુગપ્રધાન દેવગિણિ ક્ષમાબમણ હતા અને વાલભી પર પરાના પ્રમુખ કાલકાચાર્ય અને ઉપપ્રમુખ વાદિવેતાલ શાંતિસૂરિ હતા. એ વિશે નીચેની ગાથાથી સૂચન મળે છે :
वालब्भसंघकज्जे उज्जमिअं जुगपहाणतुल्लेहिं । गंधव्ववाइवेयालसंतिसूरी लहीएहिं ॥
-વલભી સંઘના કાર્યમાં યુગપ્રધાન તુલ્ય ગંધર્વવાદિવેતાલ શાંતિરિએ લેખનકાર્યમાં ઉદ્યમ કર્યો.
એમ જણાય છે કે બંને વાચનાનુયાયી સંઘોમાં અવશ્ય સંઘર્ષ ઉભો થયો હશે તેથી અનેક પ્રકારની કાપકૂપ પછી જ બંને સંઘમાં મેળ થયા પછી બંને વાચનાના સિદ્ધાંતોને પરસ્પર સમન્વય કરવામાં આવ્યું. બની શકયું ત્યાંસુધી ભેદભાવ મટાડી દઈ એને એકરૂપ કરી દેવામાં આવે અને જે મહત્ત્વપૂર્ણ ભેદ હતો તેને પાઠાંતરરૂપે ટીકા, ચૂર્ણિમાં સંગૃહીત કરવામાં આવ્યો. જે કેટલાક પ્રકીર્ણ ગ્રંથ કેવળ એક જ વાચનામાં હતા તે તેવા ને એવા જ પ્રમાણ માનવામાં આવ્યા.
આ પ્રકારની વ્યવસ્થા પ્રમાણે આ. કંદિલની માધુરી વાચના અનુસાર બધા સિદ્ધાંત લખવામાં આવ્યા. જ્યાં જ્યાં નાગાજુની વાચનાનો મતભેદ તેમજ પાઠભેદ હતો તે ટીકાઓમાં લખી લેવામાં આવ્યો, પરંતુ જે પાઠાંતરને નાગાજુનાનુયાયી કોઈ પણ રીતે છોડી દેવાને તયાર નહતા તેઓને મૂલ સૂત્રમાં વાચળતરે પુ' શબ્દની સાથે ઉલ્લેખ કરવામાં આવ્યો.
આ રીતે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીમાં આગમોને પુસ્તકારૂઢ કર્યા, એને “આગમવાચના કહી શકાય નહિ.૩૫