SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ મૌર્યકાલથી ગુપ્તકાલ [૫ર. - દેવર્ષિ ભણીગણી યૌવનાવસ્થામાં આવ્યા ત્યારે એને બે કન્યાઓ પર ણાવવામાં આવી હતી. એને શિકારનો શોખ હોવાથી ઘણી વખત એ સાથી મિત્રોની સાથે જંગલમાં શિકાર કરવા જતા. દેવધિ પૂર્વભવમાં હરિણગમેધી નામે દેવ હતા, જેણે બ્રાહ્મણ દેવાનંદાના ગર્ભને ક્ષત્રિયાણી ત્રિશલાના ઉદરમાં મૂક્યો હતો. એ દેવે સૈધર્મેદ્રને પોતાના અંતિમ સમયે જણાવ્યું હતું કે મારા સ્થાને જે નવો હરિણગમેલી દેવ આવે તે હું જ્યાં જન્મ લઉં ત્યાં મને પ્રતિબંધ કરે એવી વ્યવસ્થા કરી આપો.” ઈંદ્ર કહ્યું : “ખુશીથી, એવી વ્યવસ્થા થશે, પરંતુ તમારા દેવભવનની ભીંત ઉપર તમે એ નેંધ કરશે, જે વાંચીને એ દેવ તમને પ્રતિબોધ કરવા આવે.” નવો દેવ આવ્યો, તેણે ભાત ઉપર લખાયેલું આ લેક વાગ્યે : स्वभित्तिलिखितं पत्रं मित्र ! त्वं सफलीकुरु । हरिणगमेषी वक्ति संसारं विषमं त्यज ॥ –હે મિત્ર ! પિતાની ભીંત ઉપર લખેલા પત્રમાં તું સફળ કરે, એમ હરિણગમેલી કહે છે અને કહે છે કે આ વિષમ સંસાર છોડી દે. આ લેખ મુજબ નવા હરિણગમેધીએ એક-બે પ્રયત્ન કર્યા છતાં દેવર્ધિ કશું સમજ્યા નહિ. છેવટે એણે ત્રીજે ઉપાય યોજ્યો. દેવધિ આ જ જંગલમાં શિકાર કરવા ગયા હતા. ત્યાં એણે પોતાની સંમુખ સિંહ, પાછળ ખાઈ, બંને બાજુએ દાંતવાળા બે સૂવર, નીચે ધરતીકંપ અને ઉપરથી પથ્થરના વરસાદનું ભયંકર દશ્ય જોયું. આ જોઈ એનાથી ચીસ પડાઈ ગઈ : “મને બચાવો, બચાવો. દેવે એને ઉપાડીને લહિત્યસૂરિ પાસે મૂકી દીધો. આચાર્યો એને દીક્ષા આપી. એ ભણીગણીને વિદ્વાન થયા. ઉપકેશગથ્વીય દેવગુપ્તસૂરિ પાસેથી એક પૂર્વ અર્થ સહિત અને બીજું પૂર્વ મૂળ ભણીને “ક્ષમાશ્રમણની યોગ્યતા પ્રાપ્ત કરી. એમણે શંત્રુજય ઉપર જઈ કપર્દી, ગોમુખ યક્ષે અને ચકેશ્વરી દેવીની સાધના કરી, આગમને પુસ્તકારૂઢ કરવાની સિદ્ધિ પ્રાપ્ત કરી. દેવર્ધિગણિ સમાચમણે વીર નિ. સં. ૯૮ (વિ. સં. ૫૦-ઈ. સ. ૪૫૪)માં બધા સિદ્ધાંતગ્રંથ પુસ્તકારૂઢ કર્યા. એમણે “નંદિસત્ર”નામે સિદ્ધાંત ગ્રંથ પણ રચ્યો છે. ૩૪ દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં જૈન સિદ્ધાંતગ્રંથને પુસ્તકારૂઢ કર્યા, એ વિશે આ પ્રકારે અનુશ્રુતિ જાણવા મળે છે :
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy