________________
૨ જું] ગુજરાતના પ્રાચીન ઈતિહાસનાં સાધન [૧૫ - ગુજરાત માં સહુથી પ્રાચીન ઐતિહાસિક શિલાલેખ જૂનાગઢ-ગિરનારના માર્ગ પર દામોદર કુંડની પશ્ચિમે આવેલ એક શૈલ પર કોતરેલો છે. આ શૈલ શંકુ આકારને છે. એ જમીનથી લગભગ ૩૬ મીટર (૧૨ ફૂટ) ઊંચો છે ને નીચેના ભાગમાં એનો ઘેરા રર૮૬ મીટર (૫ ફૂટ) જેટલું છે. એની ઈશાન બાજ પર “દેવના પ્રિયદર્શી રાજા” અર્થાત મૌર્ય સમ્રાટ અશોક (લગભગ પૂ. ઈ.સ. ૨૭૩-૨૩૭) ની ચૌદ ધર્મલિપિઓ ધર્મલેખો)ની લેખમાળા કોતરેલી છે (પટ્ટ ૧૩, આકૃતિ ૬૮). આ લેખોને હાલ સામાન્ય રીતે “અશોકનાં ગિરનાર શિલ-શાસનો” તરીકે ઓળખવામાં આવે છે. આ લેખોને બે ઊભી ઓળમાં ગોઠવવામાં આવ્યા છે. ડાબી ઓળમાં લેખ નં. ૧ થી ૫ અને જમણું એાળમાં લેખ નં. ૬ થી ૧ર વારાફરતી કર્યા છે. તેરમો લેખ ઘણો લાંબે હોવાથી એને ડાબી હરોળ નીચેથી જમણી હરેળના અર્ધા ભાગ સુધી સળંગ લંબાવ્યો છે ને ચૌદમો લેખ જે ઘણે નાનો છે તેને તેરમા લેખની જમણી બાજુએ ઉપલા ભાગમાં સમાવ્યો છે. લેખમાળાની નીચે એક વધારાની પંક્તિ કોતરી છે, જેમાં “સર્વલકસુખાહર ત હસ્તી” પ્રતીક દ્વારા ભગવાન બુદ્ધનો ગર્ભિત ઉલેખ કરવામાં આવ્યો છે. આ શૈલલેખો બે હજારથી વધુ વર્ષો સુધી આબોહવાની અસર નીચે ખુલ્લા રહેલા, છતાં એના અક્ષર ઊંડા કોતરેલા હોઈ સુવાચ્ય રીતે જળવાઈ રહ્યા છે. સમય જતાં આ શૈલની આસપાસ ઝાડી થઈ જતાં એ સાવ અદીઠ-અજ્ઞાત થઈ ગયેલ. જૂનાગઢથી ગિરનાર તળેટીએ જવાની સડક કરાતાં એ સડકની બાજુમાં આવેલો હોઈ દૃષ્ટિગોચર થયો, પરંતુ સડક કરતી વખતે સુરંગને લઈને આ શૈલને અગ્નિ ખૂણા તરફનો એક ભાગ તૂટીને નષ્ટ થઈ ગયો, અને એમાં લેખ નં. ૫ નો થોડો ભાગ તથા લેખ નં. ૧૩ ને કેટલાક ભાગ ગૂમ થયો. આગળ જતાં એના બે નાના ટુકડા મળી આવેલા, તે જનાગઢના મ્યુઝિયમમાં જાળવ્યા છે. એમાં લેખ નં. ૧૩ ના નષ્ટ ભાગના બે ખંડ મળ્યા છે. અલબત્ત, અશોકનાં ગિરનાર શિલ-શાસને એ એના રાજ્યમાં અનેક સ્થળોએ કોતરાવેલ ચૌદ શૈલશાસનોના પાઠોમાંનું એક પાઠ હોઈ એના લુપ્ત રહેલા ખંડની હકીકત અજ્ઞાત રહેતી નથી. ઈ.સ. ૧૮૨૨ માં કર્નલ ડે એનું નિરીક્ષણ કરેલું, પરંતુ ત્યારે એના અક્ષર ઊકલતા નહોતા. અશોકના અભિલેખોની લિપિ જેમ્સ પ્રિન્સેપ વગેરે વિદ્વાનોએ ૧૮૩૪-૩૭ દરમ્યાન ઉકેલી. એનાં ગિરનાર રોલ-શાસનનું સારું લિવ્યંતર ૧૮૭૬ માં બહાર પડયું.૫ ૧૮૭૭ માં સર અલેકઝાંડર કનિંગહામે Corpus Inscriptionum Indicarumના ગ્રંથ-૧ તરીકે અશોકના અભિલેખોને સંગ્રહ પ્રકાશિત કર્યો. જે બજેસની ભલામણથી ઈ.સ. ૧૯૦૦ માં એ લેખના સંરક્ષણ માટે એ શૈલના પર છાપરું બાંધવામાં આવ્યું છે. વળી એ વર્ષે એની પૂર્વ