________________
૧૪]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
માટે આવો કોઈ પ્રાચીન ગ્રંથ લખાય લાગતો નથી, પરંતુ અમુક વંશ કે વંશને લગતા કેટલાક ગ્રંથ લખાયેલા, એનાં પગરણ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાલના સમકાલીન હેમચંદ્રાચાર્યથી થયાં જણાય છે. એવી રીતે અરિસિંહ ‘ઉદયપ્રભસૂરિ સોમેશ્વર બાલચંદ્રસૂરિ વગેરેએ વાઘેલા શાખાના રાણા વીરધવલના સમય સુધીના સોલંકી વંશને વૃત્તાંત નિરૂપો છે. અલબત્ત, એમાં મુખ્ય વિષય તો રાણું વિરધવલના મહામાત્ય વસ્તુપાલ(વસતપાલ)ની પ્રશસ્તિને છે. આમાં સહુથી વધારે વિગતો મહામાત્ય વસ્તુપાલના પરમ મિત્ર ગુજ રેશ્વર-પુરોહિત સોમેશ્વરે આપી છે. અરિસિંહ અને ઉદયપ્રભસૂરિએ પોતાની કૃતિઓને આરંભ સેલંકી વંશની રાજધાની અણહિલવાડ પાટણ સ્થાપનાર વનરાજ ચાવડાના ચતિથી કરીને સોલંકી વંશની પહેલાંના ચાવડા વંશનોય વૃત્તાંત આવે છે.
૩. આભિલેખિક સાધનો પરંતુ એ પહેલાંના રાજવંશો વિશે શું ? ઉપલબ્ધ સાહિત્યમાં એનો કોઈ સળંગ ઈતિહાસ જળવાયો નથી. જૈન પ્રબંધ-ગ્રંથોમાં કેટલાક પ્રાચીન સૂરિઓ તથા રાજાઓને લગતી છૂટીછવાઈ અનુકૃતિઓ આવે છે, જેમાં વલભી-ભંગનો વૃત્તાંત નોંધપાત્ર છે; પરંતુ એ પહેલાંના લગભગ અગિયાર શતક જેટલા લાંબા કાલને લગતા રાજકીય ઇતિહાસ વિશે કોઈ ગ્રંથોમાં ભાગ્યેજ કંઈ માહિતી મળે છે. આ માહિતી મુખ્યત્વે પ્રાચીન અભિલેખોમાંથી પ્રાપ્ત થાય છે.
૧૮મી સદીમાં આ પ્રાચીન અભિલેખો વંચાવા અને પ્રસિદ્ધ થવા લાગ્યા ત્યારથી ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં ચાવડા કાલની પહેલાંના છેક મૌર્ય કાલ સુધીના ઈતિહાસ પર પ્રકાશ પડ્યો છે. અભિલેખો એટલે શિલા ધાતુ આદિ પદાર્થો પર કતરેલાં લખાણ. અભિલેખો તે તે સમયને લગતી વ્યક્તિઓ તથા ઘટનાઓ વિશેનાં સમકાલીન લખાણો હોઈ ઇતિહાસના સાધન તરીકે ઘણું મહત્વ ધરાવે છે. અલબત્ત, એમાં પણ પ્રશંસાનિંદાની એકતરફી આત્મલક્ષી દૃષ્ટિથી અત્યુક્તિઓ તથા અલ્પોક્તિઓ કરાતી હાઈએમાંથી તાત્વિક તથ તારવવામાં સાવધતા તો રાખવી પડે જ, પરંતુ એમાં તે તે સમયની ભાષામાં લખાયેલ અને તે તે સમયની લિપિમાં કરાયેલ સમકાલીન લખાણોની સંગીન સામગ્રી સાંપડે છે.
વિવિધ પદાર્થો પરના અભિલેખોમાં શિલાલેખો ઘણા જાણીતા છે. શિલાલેખ સામાન્યતઃ શૈલ (મેટી શિલા), શિલાતંભ, શિલાયષ્ટિ કે શિલાફલક પર કોતરવામાં આવે છે.