________________
[૧૩
૨ જુ] ગુજરાતના પ્રાચીન ઈતિહાસનાં સાધને એની ભાષાકીય તથા સાંસ્કૃતિક પ્રાદેશિકતા ચાલુ રહી હોવા છતાં એની રાજકીય તથા વહીવટી પ્રાદેશિકતા વિકીર્ણ થઈ ગઈ હતી, તે એનાં સર્વ સંસ્થાના વિલીનીકરણ બાદ ગુજરાતનું રાજ્ય તરીકે સ્થાપન થતાં ફરી સંકીર્ણ થઈ છે. આમ અનેક દૃષ્ટિએ ગુજરાત ઘણા પ્રાચીન કાલથી પ્રાદેશિક એકમ તરીકે દેખા દે છે. આથી ભારતના એક અંતર્ગત પ્રદેશ તરીકે રહેલા ગુજરાતના ઇતિહાસનું નિરૂપણ પ્રાદેશિક ઈતિહાસ તરીકે ભારતીય ઈતિહાસમાં ઉપકારક નીવડે એમ છે..
ઇતિહાસને વ્યાપ હવે રાજકીય ઈતિહાસ પૂરતો સીમિત ન રહેતાં પ્રજાના સર્વ વર્ગોને તથા સંસ્કૃતિનાં સર્વ પાસાંને આવરી લે છે. એના નિરૂપણમાં પ્રાગઐતિહાસિક તથા આઘઐતિહાસિક પુરાવૃત્તને પણ એની ભૂમિકારૂપે સમાવવામાં આવે છે.
એકંદરે જોતાં ગુજરાત ઐતિહાસિક સાધનના વૈપુલ્ય તથા વૈવિધ્યની બાબતમાં સારી સમૃદ્ધિ ધરાવે છે.
૨. પ્રાચીન ઇતિહાસ-ગ્રંથો
ગુજરાતને પ્રમાણિત ઇતિહાસ મૌર્ય કાલના આરંભથી શરૂ થાય છે. ઈતિહાસની સામગ્રી માટે પ્રાગૂ-ઇતિહાસ અને આઘ-ઈતિહાસની જેમ હવે માત્ર પુરાવસ્તુકીય કે આનુશ્રતિક સાધન પર આધાર રાખવો પડતો નથી; હવે તો. લિખિત અને પ્રમાણિત સામગ્રી મળવા લાગી છે. એ સામગ્રીને આધારે ચોકકસ સમયાંકન થઈ શકે છે ને એમાં કેટલીક નિશ્ચિત વિગતો પણ પૂરી શકાય છે. અલિખિત આનુષંગિક સામગ્રી એમાં પૂરક સામગ્રી તરીકે ઉપકારક નીવડે છે. તે તે કાલને લગતા આનુશ્રુતિક વૃત્તાંતોને પણ સંભવાસંભવની દષ્ટિએ ચકાસીને, પ્રમાણિત હકીકત સાથે સાંકળી શકાય છે. પ્રમાણિત સામગ્રીને આધારે ઈતિહાસનું હાડપિંજર ઘડી શકાય છે, એટલું જ નહિ, ઉપલબ્ધ વિગતોને આધારે એમાં રક્ત અને માંસ ભરીને એનું આખું કલેવર ઉપજાવી શકાય છે.
કાશ્મીરના પ્રાદેશિક ઈતિહાસ માટે કવિ કલ્હણે “રાજતરંગિણી” (ઈ.સ. ૧૧૪૮-૫૦) લખી ને પછીના કેટલાક કવિઓ એમાં પુરવણી કરતા રહ્યા. એમાં કલ્હણે પ્રાચીન ગ્રંથને આધારે છેક ભારતયુદ્ધ-કાલથી આરંભ કર્યો છે, પરંતુ ચોક્કસ સમયને નિર્દેશ ઈ.સ. ૮૧૩-૧૪ થી કર્યો છે, અર્થાત એ અગાઉના વૃત્તાંતનું નિરૂપણ આઘ-ઐતિહાસિક પ્રકારનું છે. ગુજરાતના પ્રાદેશિક ઈતિહાસ