SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ જુ] શકે અને મને એ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૪૩ (૪) મળેલ મત કે પેરિપ્લસ ઈ. સ. ૮૦ અને ૮૯ વચ્ચે લખાયું હતું મૂલર). (૫) પેરિપ્લસ ત્રીજા સૈકાની મધ્યમાં લખાયું હતું (રેનોડ, Mem. de 1 Ac. des Inser. ૨૪, ભાગ ૨, ભાષાંતર ઇ. એ. ૮ માં, પૃ. ૩૩૦ અને પછી.). પસંદગી મૂલર અને રેનોડના મતો વચ્ચે જ કરવાની રહે છે. મૂલર ઈ. સ. ૮૦ અને ઈ. સ. ૮૯ વચ્ચેના સમયને પક્ષે દલીલ કરે છે, કેમકે પેરિપ્લસનો લેખક ભારત વિશે ગંગાની પારના પ્રદેશો અંગે પ્તિની કરતાં વધારે જાણતો નથી, જ્યારે તોલેમીનું જ્ઞાન ઘણું વધારે છે; પેરિપ્લસ સિલેનને પેલેઈસીમોન્દુ કહે છે જે તેમને માટે જનું નામ છે (૭. ૪. ૧), કારણ કે ઈ. સ. ૧૦પમાં નાશ પામેલું નબથિયન રાજ્ય પરિપ્લસના લેખકના સમયે હજી અસ્તિત્વમાં હતું: હિપાલેસ અંગેનો પરિપ્લસનો વૃત્તાંત દર્શાવે છે કે પ્લિની કરતાં એ પાછળના સમયનો છે અને પેરિસમાં રાજા સકાલીસનો ઉલ્લેખ છે, જે ઈ. સ. ૭૭-૮૮ માં રાજ્ય કરનાર, એબિસિનિયન યાદીઓમાંને ઝા હકલી હોવો જોઈએ. આને જવાબ એમ આપી શકાય કે પેરિપ્લેસ એ પૂર્વ એશિયાની ભૂગોળ નથી, પણ અમુક બંદરો સાથે પ્રસંગ પાડતા વેપારીઓ માટેની માર્ગદર્શિકા છે; સિલોન માટે તેલેમીને પોતાની યાદીમાંથી તાબની, પલસીદુ અને સલિકી એ ત્રણ નામ મળ્યાં હોવાં જોઈએ અને એણે પલાઈનો અર્થ “અગાઉનું કરીને એને સામેથી જુદું પાડવાની ભૂલ કરી છે અને એટલે સીમોન્ડની જૂના નામ તરીકે તથા સલિકીની આધુનિક નામ તરીકે એણે નોંધ કરી છે. વિશ્વની ૬. ૨૨)માંથી આપણને જાણવા મળે છે કે પેલેઈ સમજુ એ સિલેનમાંના એક ગામનું અને એક નદીનું નામ હતું, જ્યાંથી વિસ્તારીને એ નામ આ દીપને આપવામાં આવ્યું હતું, જ્યારે ત્રણે નામ ભેગાં વપરાશમાં હતાં નબથિયન રાજા મલખન માત્ર કબીલાનો શેખ હતો (નોડ) અને કોઈ ચોક્કસ સમય દર્શાવતો નથી; પેરિસમાંનો હિપેલેસને લગતો વૃત્તાંત લિની કરતાં અવશ્ય પાછળનો છે; અને પેરિપ્લેસમાં ખોસકાલીસ તે એબિસિનિયન વંશાવલીમાંનો ઝા સગલ અથવા ઝા અસગલ છે, જેણે ઈ. સ. ૨૪૬-૪૭ માં રાજ્ય કર્યું હતું (નોડ). આમાંથી ફલિત થાય છે કે રેનડે દર્શાવેલ પેરિલસના લેખનનો સમય (ઈ. સ. ૨૫ ) એ એવો એકમાત્ર સમય છે, જે હકીકત સાથે અને ખાસ કરીને ભારતીય હકીકતો સાથે સુસંગત છે. નીચે જે કંઈ નેંધ્યું છે તેનાથી સમજાશે કે પ્લિનીના સમયથી હિપેલેસવાળી દંતકથાનો વિકાસ, સિંધમાંના
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy