________________
[ પરિ.
૪૪૨]
મૌર્યકાલથી ગુપ્તકાલ પૈકીના સંન્દમીસ અને સદનીસ પાસેથી એને બ્રાહ્મણોના રિવાજો વિશેનો તેમજ અર્ધનારી-સ્વરૂપની શિવની પ્રતિભા ધરાવતા શૈલ-મંદિસ્નો વૃત્તાંત મળ્યો હતો. લાસન (૩. ૬૨ અને ૩૪૮) સદનીસને સાદીનોઈ સાથે સાંકળે છે અને મંદિરને પશ્ચિમ ભારતમાં મૂકે છે, પણ આ બંનેમાંથી એકેય નિરાકરણ જરૂરી નથી. આ એલચીમંડળ મોકલવાનો હેતુ અજ્ઞાત છે.
ધ પેરિપ્લસ ઓફ ધ એરિટ્રિયન સી' (એરિટ્રિયન સમુદ્રનો ભોમિ) અગાઉ જોકે ભૂલથી એરિયન(ઈ. સ. ૧૫૦)ને નામે ચડાવવામાં આવ્યું હતું તે પૂર્વ આફ્રિકા અને ભારત સાથેના મિસરી વેપારનો વૃત્તાંત છે, જે પોતાના સાથીઓ માટે અલેકઝાન્ડિયાના એક વેપારીએ લખેલે છે. એક જ હસ્તપ્રતમાં એ જળવાયું છે અને કેટલેક ઠેકાણે એને પાઠ ઘણો દૂપિત છે. આ કૃતિનો રચના-સમય ખૂબ વિવાદગ્રસ્ત છે. એને લગતા મુખ્ય અભિપ્રાય આ પ્રમાણે છે :
(૧) પેરિસ લિનીની પહેલાં લખાયું હતું અને એણે એનો ઉપયોગ કર્યો હતો ( વિન્સેન્ટ, વાનબેક અને ગ્લેસર). વિન્સેન્ટ અને સ્વાનખેકની દલીલનું પૂરું ખંડન કર્યું છે (Geogr. Gr. Min. I.XCVIII). ગ્લેસરનો દાવો એવો છે કે (એલૅન્ડ ૧૮૮૧, પૃ. ૪૫) પેરિસમાંનો મલીખસ તે નબથિયા(ઈ. સ. ૪૯-૭ )ને માલકસ ત્રીજે છે અને પરિપ્લસ મેરેને ઇથિઓપિયાની રાજધાની તરીકે ઓળખે છે, જ્યારે પૂર્વ આફ્રિકા ઉપર નીચે ચડાઈ લઈ ગયે (ઈ. સ. ૬૮) ત્યારે એ લગભગ અલોપ થયું હતું. અને છેલ્લી વાત એ કે પેરિપ્લસને લેખક બેસિલિસ અથવા બેસિલીસ છે, જેને પ્લિની પોતાના ૬ કે ગ્રંથ માટેના પ્રમાણ તરીકે જણાવે છે. આનો એમ જવાબ આપી શકાય કે મલીખસ એ “મલિક' ખિતાબ છે અને કઈ પણ આરબ શેખને એ લાગુ કરેલ હોય (રેનોડ): વળી પેરિપ્લસ મેરેનો ખાતરીપૂર્વક મુદ્દલ ઉલ્લેખ કરતું નથી અને બેસિલિસ તોલેમી ફિલાદેલફેસનો સમકાલીન હોય કે ન હોય, પણ એ એગથરખાઈદાસ (આશરે ઈ. પૂ. ૨૦૦ , જે એને ટાંકે છે ( Geog. Gr. Min. I. 156) તેનો પૂર્વકાલીન છે.
(૨) પરિપ્લસ પ્લિનીની કૃતિના સમયમાં જ રચાયું હતું, પણ એમાંના કેઈએ બીજાનો ઉપયોગ કર્યો નથી (સાલમાસીન્સ). આ મતનું મૂલરે ખંડન કર્યું છે (ઉપર્યુક્ત, પૃ. ૧૫૫).
(૩) પેરિસ ઈ. સ. ૧૬૧ પછી રચાયું હતું (ડોડેલ). મૂલરે દર્શાવ્યું છે કે (એજન) દેદિવેલની દલીલ ઉપરથી નિરાકરણ ઉપર આવી શકાતું નથી.