________________
૪૨૮] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પરિ. વરાહમિહિરના નૈઋત્ય વિભાગના આરવ (BR. S. ૧૪. ૧૭) સાથે સાંકળી શકાય. તેઓને બર્બર (સાતમા અથવા સહુથી ઉત્તરે આવેલા કેકણના) સાથે જણાવવામાં આવ્યા છે. આ જાતિ મગરને ઉપદ્રવ ધરાવતા ભેજવાળા પ્રદેશમાં એક સુંદર નગર ધરાવતી હતી અને પાંચ નદીઓના સંગમ પ્રદેશમાં તે મૂલ( ચેઉલ)નું મોટું હાટ પણ અને રાજા પાસે ૧,૬૦૦ નું હતિદળ, ૧,૫૦,૦૦૦ નું પાયદળ અને ૫,૦૦૦ નું હયદળ હતું અને તેથી દખણને તેમજ દરિયાકાંઠાનો ઘણો મોટો ભાગ એના કબજા હેઠળ હોવો જોઈએ. આ રાજ્ય પછી ચરમીનું રાજ્ય આવે છે, જેનું સૈન્ય ઘણું નાનું છે, અને એ પછી આવે છે. પાંડી (ત્રાવણકોરના પાંડ્ય), જે ૩૦૦ નગરો, ૧,૫૦,૦૦૦ નું પાયદળ અને ૫૦ નું હસ્તિદળ ધરાવે છે. એ પછી ૧૩ જાતિઓની નામાવલિ આવે છે, જેમાંની કેટલીકને સંત માટિને સિંધુ પ્રદેશ આગળની અર્વાચીન રાજપૂત જાતિઓ તરીકે ઓળખી બતાવી છે, કેમકે તેમાંનું છેલ્લું નામ “ઓરી ' છે, “જે પાતાળદ્દીપ સુધી પહોંચી ગયા છે” અને જેને નિશ્ચયાત્મક રીતે કાઠિયાવાડના સૌરાષ્ટ્રો તરીકે ઓળખી શકાય એમ છે. પણ આપણે એમ માની લેવું જોઈએ છે કે પશ્ચિમ સાગરકાંઠાની જાતિઓનાં નામ આપ્યા પછી જે બિંદુથી એણે શરૂઆત કરી તે બિંદુએ આવતાં સુધીમાં મેગેથિનીસ દખ્ખણના અંદરના ભાગની જાતિઓ વર્ણવે છે, પણ ગળે ઊતરે તેવું સમીકરણ કેવળ તેલિગો અથવા તેલુગુઓ સાથે દેરંગીનું છે. ઓસ્ટ્રી પછી આવે છે દક્ષિણથી ઉત્તર સુધી સિંધુના પૂર્વ કાંઠે વસતી જનજાતિઓની યાદી–મથેઈ (સરખાવો બાહીકનગર માન્ય” પાણિનિ, ૪, ૨, ૧૧૭), બોલિંગી (ભૌલિંગી, એક શાલ્વ જનજાતિઃ પાણિનિ, ૪, ૧, ૧૭૩), ગલ્લી તાલુતી (સંભવતઃ તેલખલીનું અપભ્રંશરૂપ, એક બીજી શાલ્વ જનજાતિ, એજન) ડિમુરી, મેમરી, અદબી, એસી (જયપુરનું મત્સ્ય ?) આબી, સુરી (પાઠાંતર-આભીઓ ઉરી), સલી અને એ પછી ૨૫૦ માઈલનો રણપ્રદેશ, એ પછી ત્રણ વધુ જનજાતિઓ અને વળી બીજા રણપ્રદેશો પછી ચાર અથવા પાંચ (પાઠાંતર અનુસાર) વધુ જનજાતિઓ, અને એ પછી આસીની, જેની પાટનગરી બુસેફલ (જલાલપુર) છે (કનિંગહમ, એશ્ય.
યોગ્રા, 199). મેગેસ્થિનીસ એ પછી પર્વતીય જનજાતિઓનો અને સિંધુપારની ૧૦ જાતિઓને નિર્દેશ કરે છે, જેમાં ઓરસી (ઉરશા), તક્ષિલી (તક્ષશિલા) અને યુલિની(પુષ્કલાવતીના લોકોનો સમાવેશ થાય છે. ચંદ્રગુપ્તના પુત્ર અત્રિોકેદીસ(બિંદુસાર)ના દરબારમાં એલચી તરીકે ગયેલા દેમાકાસની કૃતિ વિશે કંઈ પણ જાણવા મળતું નથી, સિવાય કે એ બે ગ્રંથમાં હતી અને એ ભારત વિશેના સઘળા વૃત્તાંતમાં સૌથી વધારે અવિશ્વસનીય ગણતી (બ્રેબો, ૨, ૧, ૯).