________________
૨ જુ] ચીકે અને રેમનેએ નિરૂપિત પશ્ચિમ ભારત [૪૨૭ પરસગ્ન સાથે મળતી આવે છે તેથી અપભ્રષ્ટ), અને ૩૦,૦૦૦ નું પાયદળ, ૩૦૦ નું હસ્તિદળ અને ૮૦૦ નું હયદળ ધરાવતા અસ્મગી(વરાહમિહિરના અશ્મક)નો સમાવેશ થાય છે. આ ટોળીઓ સિંધુ વડે પૂરી રખાયેલી છે ને ૬૨૫ માઈલ સુધી પર્વત અને રણના વલ વડે ઘેરાયેલી છે. પછી આવે છે દારી અને સુરી અને એ પછી વળી આવે છે ૧૮૭ માઈલ પર વિસ્તરેલાં રણ. સિંધના ધાર અને સૈર સાથે તેઓને યથાર્થ રીતે બંધ બેસાડાય કે નહિ, પણ તેઓને કયાંક રણની વચ્ચે મૂકવા રહેશે. એની નીચેના પ્રદેશમાં સમુદ્રકાંઠે ડુંગરોમાં રહેનારી રાજા વિનાની પાંચ ટોળી આવે છે—માલતીકારી, સિંગબી, મારોબી, રાગી અને મેરુની. આમાંની એકેને સંતોષકારક રીતે ઓળખાવી શકાય એમ નથી, પણ તેઓને કચ્છમાં ગોઠવી શકાય. પછી આવે છે ભારતમાં સૌથી ઊંચો પર્વત જેની બીજી બાજુએ સેનારૂપાની ખાણ આવેલી છે તે કાપિતાનિયા (આબુ પર્વતે આવરી લીધેલી મેરી જાતિ. કાપિતાલિયાનું આબુ સાથેનું સમીકરણ પૂરતું સંભવિત છે, પરંતુ આ પર્વતને આપેલા નામને પુરાણોના કપિણ્ડલ” સાથે સાંકળવું જોઈએ. કપિષ્કલે યજુર્વેદની એક વાચનાને પોતાનું નામ આપ્યું છે, જો કે એને અર્વાચીન પ્રતિનિધિ, કેથલ, તે આબુથી ઘણે દૂર પંજાબના કર્નાલ જિલ્લામાં આવેલ છે. એરિયન એના કસાઈને (IND. IV ) હાદ્ધિાતીસ(રાવી ના મૂળને પ્રદેશની આસપાસ ગોઠવે છે. કાપિતાલિયા અને નેરી પછી ફક્ત ૧૦ નું હસ્તિદળ ધરાવતા, પણ બહુસંખ્ય પાયદળવાળા રેતી આવે છે. અભિલેખોના તેમજ પુરાણના અપરાંત તે જ આ હોવા જોઈએ. મેગેથિનીએ એના પ્રાકૃત રૂપ (અવરાત; ઓરાત) ઉપરથી આ નામ જાણું હોવું જોઈએ. આ પછીની ટોળીની પાસે હસ્તિદળ નથી, પણ ફક્ત હયદળ અને પાયદળ જ છે. એનું નામ સામાન્ય રીતે “સુઅરતરતી’’ (નબી) તરીકે વંચાયું છે, પરંતુ એને વધારે સારો પાઠ “વરતાતી” (મેકલિ ) છે, જેનું સુધારેલું રૂપાંતર “વરતી” તે પરાણિક યાદીઓમાંના છે કેકણો પૈકી ૬ ક“ટરલત્તને મળતું આવે છે (વિલ્સન ઓસિ. રીસ. ૧૫, ૪૭). એ લેકે થાણે જિલ્લાના મધ્ય ભાગમાં અને વાલીઓની વન્ય ટોળીના દેશમાં વસતા હતા. પછી આવે છે ઓદોનબિઓરિસ, જેઓનું નામ ઉદુમ્બર વૃક્ષ (Ficus Glomerata) સાથે સંકળાયેલું છે, અને જે પાણિનિના ઔદુમ્બરી શા (જ. ૧. ૧૩) નથી, પણ જેમને દક્ષિણ થાણામાં મૂકવા પડે. એ પછી અરબસ્ત્રી ઓરતી (નબીનું અરબસ્ત્રી થેરેસ અને મેકઝિન્ડલનું સલબસ્ત્રી હેરતી) અથવા ઓરતી કે કોંકણીઓને અસ્ત્ર વિભાગ આવે છે. અરબસ્ત્રને