________________
૨ જુ] ચીકે અને રેમનેએ નિરૂપિત પશ્ચિમ ભારત [૪ર૯
તેલેમી બીજો—ફિલાદેલફેસ( મૃત્યુ ઈ. પૂ. ૨૪૭)ને ભારત સાથેના વેપારમાં રસ હતો અને એણે નાઈલ નદી પરના કોસથી રાતા સમુદ્ર પર આવેલા બેરેનિક સુધી સાર્થવાહ-માર્ગ ખોલ્યો હતો (બે, ૧૭, ૬, ૪૫); અને સૈકાઓ સુધી ભારતને વેપારી સંબંધ આ બંદરને અથવા પડશના મિઓસ હેરસને આશ્રયે રહ્યો. એણે ભારતમાં દેખાતી રીતે જ અશોક પાસે). દાયનિસિયસ નામને દૂત પણ મોકલ્યો હતો, જેણે સ્કિનીના કહેવા પ્રમાણે (૬, ૧૭) ભારતીય બાબતો વિશે એક વૃત્તાંત લખે છે, જેના કોઈ ચોક્કસ ટુકડા રહ્યા જણાતા નથી.
પરંતુ એગાથારખાઈ દીસે (જન્મ આશરે ઈ. સ. ૨૫૦) વૃદ્ધ વયે રાતા સમુદ્રને જે વૃત્તાંત લખે છે તેને ટુકડાઓમાંથી આપણને જાણવા મળે છે. આ વૃત્તાંતના દિઓદોરેસ( ૩, ૧૨-૪૮) અને ફેતિઅસ (Muller's Geogr. Gr. Min. 1, 111 fi.) સંખ્યાબંધ ઉતાર આપે છે; એમાં એમ કહે છે કે એના સમયમાં પતન (પાતાલ) સાથેનો ભારતીય વેપાર યેમેનના સેબિયનોના હાથમાં હત (મૂલર, ૧, ૧૯૭). વસ્તુતઃ એકસેસ( નીચે જુઓ)ની સફર સુધી ભારત અને મિસર વચ્ચે સીધે વેપાર સ્થપાયો ન હતો. આરબોએ હાટ તરીકે વાપરેલા પાતાળને ઉલ્લેખ એમ બતાવે છે કે હજુ આપણે લિનવાળા પહેલા કાલમાં છીએ (નીચે જુઓ).
મૌર્ય સામ્રાજ્યનું પતન (આશરે ઈ. પૂર્વે ૧૮૦) થયા પછી બૅટ્રિયાના ગ્રીકોએ એમની સત્તા ભારતમાં વિસ્તારી. એઉથીદેમેસનો પુત્ર દિમિત્રિઓસ, જેના વિજયોને ઉલ્લેખ જસ્ટીને (૪૧. ૬) અને બોએ (11. ૨. ૧) કરેલે છે તે, એમને અગ્રણી હતા, પરંતુ પૂર્વમાં અને દક્ષિણમાં ઘણા મોટા વિસ્તાર પરના વિજયો મિનોસે (આશરે ઈ. પૂ. ૧૧૦) મેળવ્યા હતા. એ છેક જમુના સુધી ધસી ગયો હતો અને પત્તલિની સિંધને નીચલે ભાગ)થી સરઓસ્ટસ(સુરાષ્ટ્રનાં અને સિગરતીસ(લિનીનું સિગેરસ?)નાં રાજ્યો સુધી આખો કાંઠે એણે જીતી લીધું હતું (બો ૧૧. ૨. ૧). પેરિલસના લેખકે (આશરે ઈ. સ. ૨૫૦) બોનાં આ કથનોનું સમર્થન કર્યું છે. એ જણાવે છે કે એના સમયમાં મિનેન્દ્રો અને અપોલેસન ગ્રીક અભિલેખેવાળા દ્રખમઈ (“કમ્મ” સિક્કા) બેરિગાઝાર (ભરકચ્છ: ભરૂચ) ખાતે હજી ચલણમાં હતા (પેરિ. ૪૭). અલેદોતોસને હવે સામાન્ય રીતે મિનેન્દ્રો ( આશરે ઈ. પૂ. ૧૦૦) ઉત્તરાધિકારી ધારવામાં આવે છે (બૅટ્રિયન સિકકાઓનું બ્રિટિશ મ્યુઝિયમ કૅટેગ, પૃ. ૩૩). લુટાર્ક (Reip. Ger. Princ. ) જણાવે છે કે મિનેન્કોસનું