________________
૧ લું] સિંહપુરને સિંહલ વંશ
[૪૧૧ સિંહલ પોતાના સાથીઓની ખબર કાઢવા ટુકડીઓ લઈ પાછો રત્નદીપ ગયો. રાક્ષસીઓ ગભરાઈ ને ત્યાંથી નાસી ગઈ. સિંહલે વેપારીઓને છોડાવ્યા. સિંહલે પાટનગર વસાવ્યું. બીજાઓએ બીજાં નગર વસાવ્યાં. સિંહલ રનદીપનો રાજા છે. એના નામ પરથી એ દીપનું નામ
‘સિંહલ' પડ્યું.
આમાંની પહેલી કથા સિલેનની અનુકૃતિ સાથે ઘણી મળતી આવે છે, જ્યારે બીજી કથા “મહાવંસ''માં જણાવેલા યક્ષિણીઓ અને યાક્ષણીઓની રાણીને લગતા વૃત્તાંત સાથે કેટલુંક સામ્ય ધરાવે છે, પરંતુ આમાં અનેક વિગતોનો ભેદ રહે છે. એમાં બે ત્રણ મુદ્દા ખાસ નોંધપાત્ર છે. એક તો એ કે આ કથાઓમાં વંગદેશનો, વંગનગરને કે સિંહપુરનો ઉલ્લેખ આવતો નથી. પહેલી કથામાં સિંહલને દક્ષિણ ભારતને અને બીજી કથામાં એને જબૂદીપ વતની કહ્યો છે. બીજું, આ કથાઓમાં વિજયનું નામ પણ આવતું નથી, બંને કથાઓમાં સિંહલ પોતે જ સિલેન ગયા હોવાનું જણાવ્યું છે. પહેલી કથામાં એને સિહ અને કુંવરીને પુત્ર અને બીજી કથામાં સિંહ નામે માનવનો પુત્ર કહ્યો છે. ત્રીજુ, બંને કથાઓમાં સિલેનનું મૂળ નામ “રત્નાપ” આપ્યું છે ને પછી એનું નામ “સિંહ” પડયું હોવાનું જણાવ્યું છે.
આ અનુશ્રુતિઓ સાતમી સદીમાં દક્ષિણ ભારતમાં પ્રચલિત હશે એવું જણાય છે.
ઉપર જણાવેલા આનુશ્રુતિક વૃત્તાંતોમાં જે કેટલીક અલૌકિક ઘટનાઓ આવે છે તેને કેવળ સાંપ્રદાયિક શ્રદ્ધા જ સ્વીકાર્ય ગણી શકે, છતાં એમાંની કેટલીક અશ્રય વિગતોને લઈને એ વૃત્તાંતોને સદંતર અસ્વીકાર્ય ગણવા એ પણ નિતાંતદષ્ટિનો બીજો પ્રકાર ગણાય.
આથી ઈતિહાસકારોએ આ વૃત્તાંતમાંથી કેટલીક ઐતિહાસિક સંભાવનાઓ તારવવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ આ વૃત્તાંની અમુક વિગતોમાં એવો ભેદ રહેલો છે કે એમાંથી ભિન્ન ભિન્ન અર્થધટન થયાં છે. ખાસ કરીને એક બાજુ વંગદેશ, વંગનગર અને મગધનો ઉલ્લેખ અને બીજી બાજુ શૂર્પરક અને ભરકચ્છને ઉલ્લેખ-એ બે વચ્ચે મેળ મેળવવો મુશ્કેલ બન્યો છે, આથી સિલોનમાં સિંહલ વસાહત સ્થાપનાર સિંહપુરનો રાજપુત્ર જે આ દેશનો વતની હતો તે