________________
[પરિ.
૪૧૨]
મીકાલથી ગુપ્તકાલ પ્રદેશ પૂર્વ ભારતમાં આવેલ રાઢ-લાડ દેશ કે પશ્ચિમ ભારતમાં આવેલ લાટ દેશ એ વિકટ પ્રશ્ન ઉપસ્થિત થયો છે. એ મત-મતાંતર અનુસાર કઈ સિંહપુર બંગાળમાં હેવાનું, કોઈ ઓરિસ્સામાં હોવાનું, તે કઈ ગુજરાતમાં હોવાનું ધારે છે.
આ પ્રશ્નની સ્વતંત્ર ચર્ચા કરતાં પહેલાં, ભારતના, બંગાળના, ઓરિસ્સાના અને ગુજરાતના સંદર્ભમાં જુદા જુદા વિદ્વાનોએ જે જુદા જુદા મત રજૂ કર્યા છે તેઓની ટૂંક સમીક્ષા કરી લઈએ.
. રાધાકુમુદ મુકરજીના Indian Shipping(૧૯૧૨ માં સિંહલ(સિંહબાહુ)ને બંગાળાનો રાજા૧૮ તથા વિજયને બંગાળાને રાજપુત્ર કહેવામાં આવ્યા છે. એમાં રાજા સિંહલે રવાના કરેલાં વહાણ સિંહપુરથી નીકળ્યાં ને રસ્તામાં સુધારા( દખણના પશ્ચિમ કિનારે આવેલ વર્તમાન વસઈ પાસે)ને અડીને ગયાં એવું જણાવ્યું છે. ૨૦ વળી અજંટાના એક ચિત્રમાં આલેખેલા પ્રસંગ વિજયે સિલેનમાં કરેલા ઉતરાણને લગતે હેવાનું પણ એમાં સ્વીકારવામાં આવ્યું છે, ર૧ પરંતુ સિંહપુર બંગાળાના રાજા સિંહલનું પાટનગર હોય ને છતાં ત્યાંથી સિલેન જતાં રસ્તામાં સોપારા આવે એ બે વિરુદ્ધ જણાતાં વિધાનો મેળ મેળવવા એમાં કંઈ પ્રયત્ન કરવામાં આવ્યો નથી.
એવો પ્રયત્ન Cambridge History of Indiaના ગ્રંથ ૧ (૧૯૨૦)માં ડો. બાને સિલેનના પ્રાચીન ઈતિહાસને લગતા પ્રકરણમાં કર્યો છે. એમાં એ વંગ તથા કલિંગના ઉલ્લેખને અઢ-લાટ(ગુજરાત)ના ઉલ્લેખથી અલગ પાડી સિલેનમાં દેશાંતર્ગમનના બે ભિન્ન પ્રવાહ તારવે છે : (૧) ઓરિસા અને કદાચ દક્ષિણ બંગાળામાંથી, મુખ્યતઃ દ્રવિડેને અને (૨) લાટ દેશના સિંહપુર (સંભવતઃ અર્વાચીન સિહોર) અને સેપારામાંથી, મુખ્યતઃ આર્યો. તેઓ દિપવંસ તથા મહાવંસમાં આ બે હિલચાલને એક કરી સિંહબાહુને પૂર્વમાં તથા પશ્ચિમમાં મૂક્યો હોવાનું સૂચવે છે. ૨૨
ગીગરે ૧૯૨૬ માં સિલેનને ટૂંકે ઇતિહાસ આલેખતાં દીપવંસ તથા મહાવંસમાં નિરૂપેલ આ વૃત્તાંતનું વિવેચન કરતાં જણાવ્યું કે વિજય ચોક્કસ રીતે ઐતિહાસિક છે, પરંતુ બનાવની વિગત દંતકથાના આવરણમાં ઢંકાઈ ગઈ છે. વિજય હિંદના કયા ભાગમાંથી ગયેલે એ પ્રશ્ન હજી વિવાદગ્રસ્ત છે. મહાવંસ ત્રા દેશને વંગથી મગધ જવાના માર્ગ પર આવેલ જણાવે છે, જ્યારે દીપવંસ એને સોપારી અને ભરૂચની હરોળમાં મૂકતો જણાય છે. ડો. બાનેં સૂચવે છે તેમ આ વૃત્તાંતમાં દેશાંતર્ગમનના બે જુદા જુદા પ્રવાહ મિશ્રિત થયા હોય એ