________________
૪૧૦]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પરિ.
એને એક પુત્ર અને એક પુત્રી થયાં. મેટો થતાં પુત્રે માતા પાસેથી બધી વાત જાણી ને પછી એ ત્યાંથી માતાને તથા બહેનને લઈને પલાયન થયો. તેઓની શોધમાં ભમતા સિંહની રંજાડની ફરિયાદ મળતાં રાજાએ સિંહને મારવા ઇનામ જાહેર કર્યું. માતાએ ના પાડવા છતાં પુત્ર સિંહને મારવા ગયે ને એણે છરી વડે એને મારી નાખ્યો. પછી રાજાએ ત્યારે એ જુવાનને પરિચય પૂછો ત્યારે એને એણે કરેલ પિતૃહત્યા માટે તિરસ્કાર થયો. રાજાએ સિંહની હત્યા માટે જાહેર કર્યા મુજબ ઇનામ તો આપ્યું, પણ પિતૃહત્યાના ગુના માટે એને દેશવટો દીધો. માતાને રાજ્યમાં રાખી, પણ બહેનને ય જુદી નૌકામાં રવાના કરી. છોકરીની નૌકા ઈરાન પહોંચી ને ત્યાં મહિલાદેશમાં વસી.
કુમારની નૌકા રનદીપ પહોંચી. ત્યાં એ વેપારીઓની કન્યાઓને પર ને એને પુત્રપૌત્રાદિ પરિવાર થયો. કુમારે પાટનગર વસાવ્યું. બીજાઓએ બીજાં નગર વસાવ્યાં. કુમારે સિંહ પકડેલ તેથી એ “સિંહ” કહેવાતે; આથી એ દેશનું નામ પણ “સિંહ” પડયું. બીજી કથા ૧૭ એના કરતાં જુદી જાતની છે. એને સાર આ પ્રમાણે છે :
રત્નદીપમાં એક મોટું લેહનગર હતું ત્યાં રાક્ષસીઓ રહેતી હતી. એ વેપારીઓને લલચાવતી ને પછી તેઓને લેહપિંજરમાં પૂરી દેતી.
જબૂદીપમાં સિંહ નામે એક મોટા વેપારી હતો. એને સિંહલ નામે પુત્ર હતો. એણે પ૦૦ વેપારીઓ સાથે રત્નો શોધવા દરિયાઈ સફર ખેડી. એ રનદીપ પહોંચ્યો. ત્યાં રાક્ષસીઓ વેપારીઓને લલચાવવા લાગી. સિંહલ આ જાગી સાવધ થઈ ગયો, સાથીઓને લઈ એ સમુદ્રતટે ગયો ને ત્યાંથી જંબૂદીપ તરફ રવાના થવા તૈયારી કરી. ત્યાં રાક્ષસીઓ આવી પહોંચી અને સાથીઓને લલચાવી પાછા લઈ ગઈ. રાક્ષસીઓની રાણી સિંહલને સમજાવી શકી નહિ. પછી એ છાનીમાની સિંહલના પિતા પાસે વહેલી પહોંચી ગઈ ને હું સિંહલની પત્ની છું ને મને એણે તરછોડી દીધી છે' એમ કહી સિંહની સહાનુભૂતિ મેળવી ત્યાં રહી.
સિંહલે આવીને પિતાને બધી વાતથી વાકેફ કર્યા, પણ એમણે એની વાત માની નહિ. રાક્ષસીઓની રાણી મધરાતે રત્નદીપ ચાલી ગઈ ને ત્યાંથી રાક્ષસીઓને લઈ પાછી ફરી. રાતે સહુને મારી નાખી, ખાઈ જઈ બધી રાક્ષસીઓ રત્નદીપ જતી રહી.