________________
સિંહપુરને સિંહલવશ
[૪૦૯ વિજય વૃદ્ધ થયે, પણ એને પુત્ર નહતો, આથી એણે પિતાનું રાજ્ય સંભાળવા પોતાના ભાઈ સુમિત્રને પત્ર મોકલ્યો. થોડા સમયમાં વિજય મૃત્યુ પામ્યો અને અમાએ ઉપતિધ્વગ્રામમાં રહી રાજ્યને કારભાર ચલાવ્યો.
સિંહપુરમાં રાજા સિંહબાહુ પછી એનો પુત્ર સુમિત્ર રાજા થયો હતો. વિજયનો પત્ર મળતાં એણે પોતાના કનિષ્ઠ પુત્ર પાંડુ વાસુદેવને લંકા મોકલે.
શાકય શુદ્ધોદનના ભાઈ અમિતાદનની પુત્રી ભદ્ર કાત્યાયની સાથે એનું લગ્ન થતાં, અમાત્યોએ ઉપતિધ્વગ્રામમાં પાંડ વાસુદેવને રાજ્યાભિષેક કર્યો. દરમ્યાન એક વર્ષ લંકાદીપ રાજા વગરનો રહ્યો હતો.
પાંડ વાસુદેવે ૩૦ વર્ષ રાજ્ય કર્યું. એ પછી એના છ પુત્ર અભયનો રાજ્યાભિષેક થયે. એની બહેન ચિત્રા પોતાના મામા દીર્ધાયુના પુત્ર દીઘગ્રામણીને પરણી હતી ને એને એક પુત્ર થયે હતો, પણ “એ પુત્ર મામાઓને મારી નાખશે એવી ભવિષ્યવાણીને લઈને મામાઓને ભય રહેતો હોઈ એને ગુપ્ત રીતે ઉછેરવામાં આવેલો. એનું નામ “પાંક અભય” પાડવામાં આવેલું. રાજા અભય એના તરફ સહાનુભૂતિ ધરાવતો, તેથી અભયના ભાઈઓએ એને પદભ્રષ્ટ કર્યો. અભયે ૨૦ વર્ષ સય કયું; પછી ૧૭ વર્ષ ગાદી ખાલી રહી. છેવટે પાંડુક અભયે વિરોધી મામાઓને મારી અનુરાધપુરમાં પિતાને રાજ્યાભિષેક કરાવ્યો.
આમ આ અનુશ્રુતિ અનુસાર લંકામાં વિજ્યના વંશે કુલ ૮૮ વર્ષ રાજ્ય કર્યું ને હવે એની જગ્યાએ શાક્ય જાતિના રાજ પાંડુક અભયના વંશની સત્તા પ્રવતી.
સાતમી સદીમાં ભારતની યાત્રા કરનાર ચીની મહાશ્રમણ યુઅન સ્વાંગે દક્ષિણ ભારતમાંથી સિંહલ (સિલેન) વિશે જે માહિતી મેળવી હતી તેમાં એ ત્યાં સ્થપાયેલ પહેલી ભારતીય વસાહત વિશે બે કથા નિરૂપે છે. પહેલી કથાનો સાર આ પ્રમાણે છે:૧૬
દક્ષિણ ભારતના એક પ્રદેશની રાજકન્યા પડેશના પ્રદેશમાંથી પાછી ફરતાં માર્ગમાં સિંહના સંપર્કમાં આવી ને એને સહવાસ પામી. એનાથી