________________
૪૦૮]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પરિ.
સાથીઓને અધું માથું મુંડાવી, નૌકામાં નાખી સાગરમાં રવાના કર્યા. એમની પત્નીઓને તથા એમનાં બાળકોને પણ રવાના કર્યા.
પુરુષો, સ્ત્રીઓ અને બાળકો અલગ અલગ રવાના થઈ અલગ અલગ દ્વીપમાં ઊતર્યા ને રહ્યાં. છોકરાં જે દ્વીપમાં ઊતર્યા તે “નગ્નદીપ” કહેવાય; સ્ત્રીઓ ત્યાં ઊતરી તે “મહિલાઠીપ” કહેવાયો. વિજય પરક પત્તનમાં ઊતર્યો. ૧૨ સાથીઓનાં દુષ્કર્મોને લઈને ત્યાંથી એ ગભરાઈ ફરી નૌકામાં ચડ્યો ને જે દિવસે તથાગત (બુદ્ધ) નિર્વાણ માટે બે શાલવૃક્ષો વચ્ચે સૂતા તે દિવસે લંકામાં તામ્રપણ પ્રદેશમાં ઊતર્યો.
આ પછીનો પરિચ્છેદ ૧૩ લંકાદીપમાં વિજયે કેવી રીતે પિતાનું રાજ્ય સ્થાપ્યું ને ત્યાં એનો રાજ્યાભિષેક કેવી રીતે થયો એ નિરૂપે છે. અહીં એમાંના નીચેના મુદ્દા નોંધપાત્ર છે :
| વિજયે લંકાદીપમાં ત્યાંથી થોડે દૂર જઈ, કુવર્ણા નામે યક્ષિણીને વશ કરી એને પોતાની સાથે રાખી. થોડા દિવસ પછી એ ત્યાંથી તામ્રપણું આવ્યો ને ત્યાં એણે તામ્રપણું નામે નગર વસાવ્યું. એના અમાત્યાએ અનુરાગ્રામ વગેરે ગામ વસાવ્યાં; પુરોહિતે ઉપતિષ્યગ્રામ વસાવ્યું. રાજા સિંહબાહુ સિંહ (મારી) લાવેલો, તેથી એ “સિંહલ' કહેવાયો; એ સંબંધને લઈને એ બધા (વિજય અને એના સાથીઓ) પણ સિંહલ' કહેવાયા. ૪
અમાત્યાની વિનંતીથી વિજયે પિતાને રાજ્યાભિષેક કરવા વિચાર કર્યો, પણ મહિણી તરીકે ક્ષત્રિય-કન્યા જોઈએ, આથી અમાત્યાએ દક્ષિણ મધુરા (અર્થાત મદુરા) દૂત મોકલ્યા. ત્યાંના પાંડુ (પાંચ) સજાએ વિજયને માટે પોતાની કુંવરી મોકલી તેમજ એના અમાત્યો વગેરે માટે પણ બીજી કન્યાઓ મોકલી. | વિજયને યક્ષિણીથી એક પુત્ર અને એક પુત્રી હતાં. હવે વિજયે એમને કાઢી મૂક્યાં. એનાં સંતાન સુમનકૂટ પર્વત પર જઈ રહ્યાં. એ મેટાં થતાં એમનામાંથી પુલિંદ ઉત્પન્ન થયા.
હવે વિજયે રાજયકન્યાને સ્વીકાર કરી પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો ને અગાઉનું દુષ્ટ આચરણ તજી, તામ્રપર્ણ નગરમાં રહી લંકા પર ૩૮ વર્ષ રાજ્ય કર્યું. એ પછીને વૃત્તાંત ૧૫ ટૂંકમાં આ પ્રમાણે છે: