________________
૧ લું] સિંહપુરને સિંહલવશ
[૪૦૭ વિના એનાં અંગ પંપાળવા લાગી. સિંહ અને પિતાની પીઠ પર બેસાડી ગુફામાં લઈ ગયો ને એણે એનો સહવાસ કર્યો. એ સહવાસથી કંવરીને જોડકું જમ્મુ–એક પુત્ર અને એક પુત્રી. પુત્રના હાથપગ સિંહના જેવા હેઈ, એનું નામ “સિંહબાહુ” પડ્યું; ને પુત્રીનું “સિંહસીવલી”.
સોળ વર્ષને થતાં, પુત્રે માતા પાસેથી આ વાત જાણી. એક દિવસ સિહ શિકાર કરવા ગયા હતા ત્યારે સિંહબાહુ માતાને જમણું ખભા પર અને બહેનને ડાબા ખભા પર બેસાડી ત્યાંથી પલાયન થયો.
તેઓ સીમા પરના એક ગામમાં પહોંચ્યાં. ત્યાં ત્યારે વંગરાજના સેનાપતિનો મુકામ હતો. એણે એમને વસ્ત્ર આપ્યાં ને ભોજન કરાવ્યું. એમને પરિચય પૂછતાં, કુંવરી સેનાપતિની ફોઈની દીકરી નીકળી. એને લઈએ વંગનગર ગયે ને એણે એને પોતાની પત્ની તરીકે) સાથે રાખી.
જયારે સિંહ ગુફામાં પાછો ફર્યો ત્યારે એ ત્રણે જણને ત્યાં ન જોતાં એ ઘણો દુ:ખી થયે ને સીમા પરનાં ગામમાં એમને શોધવા લાગ્યો. એ ગામ ખાલી થતાં ગયાં. સીમા પરના લોકોએ રાજાને સિંહની રંજાડ વિશે ફરિયાદ કરી. રાજાએ નગરમાં ઢંઢેરે પિટાવી સિંહને પકડી લાવવા માટે મોટું નામ જાહેર કર્યું. સિંહબાહુએ માતાની ના છતાં આ બીડું ઝડપ્યું ને સિંહને બાણથી મારી, એનું ભાથું લઈ એ નગરમાં આવ્યું. દરમ્યાન વંગરાજ મૃત્યુ પામ્યો હતો.
રાજા અપુત્ર હતો. મંત્રીઓએ સિંહબાહુના પરાક્રમ તથા રાજા સાથેના સંબંધની વાત જાણી અને રાજા થવા વિનંતી કરી, પણ એણે એ રાજય પોતાની માતાના પતિને આપી દીધું ને પોતે સિંહસાવલીને લઈ પોતાના જન્મસ્થાને જઈ ત્યાં સિંહપુર નામે નગર વસાવ્યું. ઢાઢ દેશમાં એ નગરમાં રાજા સિંહબાહુ સિંહસાવલીને રાણી બનાવી રાજ્ય કરવા લાગે.૧૦ સમય જતાં એ રાણીને સોળ વાર જોડકા પુત્ર જન્મ્યા. એમાં વિજય જણ હતો. સમય જતાં રાજાએ એનો ઉપરાજ (યુવરાજ) તરીકે અભિષેક કર્યો.
વિજય અને એના સાથીઓ દુરાચારી હતા; તેઓએ અનેક અસહ્ય દુષ્કર્મ કર્યા. મહાજન રાજા પાસે એ અંગે ફરિયાદ કરતું ને રાજા કુંવરને સમજાવતો, પણ એ સુધરતો નહિ. છેવટે મહાજને ગુસ્સે થઈ રાજાને કહ્યું: “તમારા પુત્રને મારી નાખો.” રાજાએ વિજય અને એના સાત