________________
૦૧] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પરિ. આ અનુશ્રુતિઓમાં સિંહપુરના રાજપુત્ર વિજયને લગતી અનુશ્રુતિ અહીં સેંધપાત્ર છે. દીપવંસમાં આપેલ આ વૃત્તાંત ટૂંકમાં આ પ્રમાણે છે:
વંગરાજને સુસીમા નામે કુંવરી હતી. એને સિંહથી સિહબાહુ નામે પુત્ર અને સીવેલી નામે પુત્રી જન્મી. સિંહબાહુ સોળ વર્ષને થતાં સિંહની ગુફામાંથી પલાયન થયો. એણે ત્યાં દેશમાં સિંહપુર નામે નગર વસાવ્યું ને એ ત્યાં રાજ્ય કરવા લાગ્યો.
રાજા સિંહબાહુને ૩૨ પુત્ર થયા. એમાં વિજય સહુથી મોટા હતા. એના દુર્વર્તાવથી કુપિત થઈ રાજાએ એને એનાં અનુચરે, પત્નીઓ, બાળકો, સગાંઓ, દાસીઓ, દાસ ને ભૂતકો સાથે રાજ્યમાંથી દેશવટો દીધો.
એ લેક મોટાં વહાણમાં દરિયામાં રવાના થયા ત્યારે બાળકનું વહાણ નાગદ્વીપ તરફ અને સ્ત્રીઓનું વહાણ મહિલારાષ્ટ્ર તરફ તણાઈ ગયું, જ્યારે પુરુષોનું વહાણ દરિયામાં આગળ ને આગળ ચાલ્યું ને તેઓએ રસ્તો ખોયો તેમજ માલ ખો. તેઓ શૂર્પારકમાં ઊતર્યા, પણ ત્યાં એમણે કનડગત કરતાં તેઓને પોતાની સલામતી માટે ત્યાંથી ભાગવું પડયું. ત્યાંથી સફર કરી તેઓ ભરુકચ્છ ગયા ને ત્યાં ત્રણ માસ રોકાયા. ત્યાં પણ તેઓ કનડગત કરવા લાગ્યા ને તેથી એમને ત્યાંથી પણ પલાયન થઈ ફરી પાછા વહાણનો આશ્રય લેવો પડ્યો. દરિયામાં એમનું વહાણ પવનના સપાટાથી હંકારાઈ ગયું. તેઓ પાછો માલ ખોયો. છેવટે તેઓ લંકાદ્વીપ પહોંચ્યા. ત્યાં એમણે તામ્રપર્ણી સામે પ્રવેશ કર્યો. જે દિવસે ભગવાન બુદ્ધ પરિનિર્વાણ પામ્યા તે જ દિવસે વિજય અને એના સાથીદાર લંકાધીપમાં ઊતર્યા.
મહાવસમાં આ વૃત્તાંત બહુ વિસ્તારથી આપે છે. એને જરૂરી સાર આ પ્રમાણે છે:
અગાઉ જંગદેશમાં વંગરાજ થયે. કલિંગરાજની પુત્રી એ રાજાની રાણી હતી. એ રાજાને એ રાણીથી એક પુત્રી થઈ એ ઘણી રૂપાળી અને કામુક હતી. સ્વર-વિહારની ઈચ્છાથી એ મગધ જતા સાથે (વણજાર) સાથે એકલી નીકળી પડી. આ દેશમાં જંગલમાં સિંહ સાથે પર હુમલો કર્યો. બાકીના બીજે ભાગી ગયા, જ્યારે કુંવરી સિંહ તરફ ચાલી. સિંહ એના પર મોહિત થઈ એની પાસે આવ્યા. એ પણ ગભરાયા