________________
પરિશિષ્ટ-૧
સિંહપુરને સિંહલવંશ
ગુજરાત અને સિલોન વચ્ચે વાણિજ્યિક તથા સાંસ્કૃતિક સંબંધ હોવાના ઉલ્લેખ ભારતના પ્રાચીન સાહિત્યમાં તે મળે છે જ, પરંતુ સિલોનની સ્થાનિક અનુશ્રુતિઓ સિલેનમાં પહેલી ભારતીય વસાહત સ્થપાયાનો જે વૃત્તાંત આપે છે તેમાં એ ઘટના ભગવાન બુદ્ધના પરિનિર્વાણના દિને બની હોવાનું જણાવ્યું છે ને એમાં સિલોનમાં ભારતીય સંસ્થાન વસાવનાર રાજપુત્ર વિજય સ્ત્ર પ્રદેશનો હેવાનું જણાવ્યું છે, જેને કેટલાક લાટ (ગુજરાત) તરીકે ઘટાડે છે.
સિલેનના પ્રાચીન પાલિ સાહિત્યમાં આનુશ્રુતિક વૃત્તાંત નિરૂપતાં જે પુસ્તક છે તેમાં દીપવંસ (દ્વીપવંશ) તથા મહાવંસ (મહાવંશ) સુપ્રસિદ્ધ છે. એ બંને પુસ્તકોમાં એ દ્વીપના પ્રાચીન રાજવંશે તથા તેઓ દ્વારા ત્યાં બૌદ્ધ ધર્મના થયેલા પ્રસાર વિશેના આનુશ્રુતિક વૃત્તાંત આલેખવામાં આવ્યા છે. એ બંને પુસ્તકોની સાધનસામગ્રી, સિલેનમાં પાલિ ત્રિપિટક પર શરૂઆતમાં જૂની સિંહલી ભાષામાં ગદ્યમાં જે અઠકથા(અર્થકથાઓ લખાયેલી તે પરથી લેવાઈ લાગે છે. પરંતુ એ મૂળ અકથાઓ ઘણા સમયથી લુપ્ત થઈ ગઈ છે. એમાં પહેલાં મહિન્દ્ર(મહેન્દ્ર)ના આગમન સુધીને વૃત્તાંત આપ્યો હશે ને પછી ત્યાંના રાજા મહાસેન(ઈ. સ. ૨૭૪-૩૦૨)ના સમય સુધીનો વૃત્તાંત ઉમેર્યો હશે. એ પરથી ચોથી સદીની આખરે પાલિ પદ્યમાં દીપવંસ લખાયો. પાંચમી સદીમાં બુદ્ધઘષે સિંહલી અઠકથાઓ પરથી પાલિ અઠકથાઓ લખી ત્યારે વિનયપિટક પરની સમતપાસાદિકા નામે અઠકથાની પ્રસ્તાવનામાં એ વૃત્તાંત નિરૂપ્યો ને એમાં કેટલીક માહિતી ઉમેરી.૪ પાંચમી સદીની આખરે મહાના નામે સ્થવિરે પાલિ પદ્યમાં મહાવંસ ર, તેમાં સિલેનની એ પ્રાચીન અનુકૃતિઓનું સુંદર અને વિસ્તૃત નિરૂપણ કરેલું છે."