________________
સૌ કાલથી ગુપ્તકાલ
[31.
તળાજામાં ત્રીસ કરતાં વધુ ગુફા જડી છે. શેત્રુંજી નદીના મુખ પાસે, પહાડની વાયવ્ય દિશા તરફની ખાજુએ મળેલી આ ગુફાઓમાંની એક જે ખાસ પ્રખ્યાત છે તે સૌથી મોટી છે અને એભલમડ'ના નામથી એળખાય છે. મુખભાગમાં રૌત્ય-ગવાક્ષની મોટી આકૃતિઓ છે અને એની નીચે વેદિકાની પહાળી પટ્ટીની ભાત છે. અહીં એક નાની શૈય–ગુફા પણ છે, જેમાં સ્તૂપના ટાચ-ભાગ (cpital ) છત-છાપરાને અડકે છે. આવી રચના મહારાષ્ટ્રમાંની કરાડ, ફૂડળ, મહાડ અને જુન્નરની ગુફાઓમાં નજરે પડે છે. આ ગુફા ડીક ઠીક જૂની, ઈ. સ. ની શરૂઆતના સમયની કે પહેલી સદીની લાગે છે. આ ગુફા બૌદ્ધ હોવાની માન્યતા છે. તળાજાની ગુફાએ પરની—ખાસ કરીને એભલમંડપ પરની—ચૈત્ય-ગવાક્ષની આકૃતિએ વિશિષ્ટ પ્રકારની અને જૂનાગઢની બાવાપ્યારાના મડવાળી ગુફાના ચૈત્ય-ગવાક્ષની આકૃતિ કરતાં વધુ વિકસિત લાગે છે. ૨૭
૩૮૨ ]
લગભગ આ જ સમયની, સારાષ્ટ્રમાં વાંકિયા પાસે સાણા મુકામે આશરે ૬૨ ગુફાએ (શૈલšા) મળે છે. એમાંથી સૌથી મોટી તળાાના એભલમ`ડપ જેવી છે. છાપરાને-છતને ટેકો આપતા સ્તંભ ઉપર મોટા પૂર્ણઘટની આકૃતિએ છે અને સ્તંભાની ભીએ નાસિકમાંની નહપાનની ગુફાની ભીએ જેવા ઘાટની છે. અહીંની શૈત્ય-ગુફામાં આઠ ફૂટના વ્યાસના સાદે અલંકરણ - સુશાભન વિનાના સ્તૂપ છે. ચુકામાં પ્રદક્ષિણા મા` નથી. આ ગુફા પણ બૌદ્ધ ગણાય છે.૨૮
સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા મહાલમાં ઢાંક પાસે કેટલીક ગુફાએ છે. આમાં ઢાંક ગામ નજીકની, પહાડ ઉપર કાતરેલી કેટલીક શિલ્પકૃતિએ અને એ સાથેની નાની ગુફા જે બૌદ્ધ મનાતી તે તે જૈન છે એમ ડો. સાંકળિયાએ પુરવાર કર્યું છે, પણ ઢાંકની પશ્ચિમે લગભગ પાંચ માઈલ દૂર સિદ્ધસર પાસે ઝીંઝુરીઝાર નામની નાની ખીણમાં બીજી કેટલીક ગુફાએ છે જે બૌદ્ધ મનાય છે, તેમાંની એક હજુ કંઈક સારી હાલતમાં છે અને એમાં જૂની ઢબની પહેાળી પટ્ટીની વેદિકાની ભાત પણ છે. કેટલાક લેખ મળ્યા છે તેના આધારે એ ગુફા આશરે શ્રીજી સદીની મનાય છે.૨૯
ક્ષત્રપાના રાજ્યકાલમાં ગુજરાતમાં બૌદ્ધ ધર્મને ઠીક ઠીક પ્રચાર હતા એને વધુ પુરાવો અને વધુ અગત્યના તથા સચોટ દાખલા શામળાજી પાસે દેવની મારીમાં મળ્યા છે. ત્યાં ‘ભોજ રાજાના ટેકરા' નામે ઓળખાતા ટેકરાનું વ્યવસ્થિત ખાદકામ કરતાં એક બૌદ્ધ સ્તૂપ તેમજ એની બાજુમાં એક મોટા વિહાર