________________
૧૭ સું]
શિલ્પકૃતિઓ
[ ૩૮૧
રુદ્રસેન પહેલા જ હશે? ને આપેલું વર્ષ શક સંવતની ગણતરીનું હેાય તે એ સ્તૂપનું મૂળ રચનાવ ઈ. સ. ૨૦૫ આવે છે, પણ બીજાં કેટલાંક કારણાને લીધે આ સંવતનું વર્ષ ઈ. સ. ૨૪૮ આસપાસથી શરૂ થતા અને કલર નામે ઓળખાયેલા સંવતનું હાવાનું હવે મનાય છે.
જૂનાગઢ પાસે ગિરનારનાં જંગલમાં માટીની પકવેલી ઈંટાના બનાવેલા અને ખારિયા સ્તૂપ નામે એળખાતે! સ્તૂપ ઘણાં વર્ષોં ઉપર મળ્યા હતા. એમાં ભૂતળથી પણ ઠીક ક્રીક ઊંડાણમાં મૂકેલા અવશેષ મુદ્દના શરીરાવશેષ હતા કે બીજા કાઈ પ્રકારના અવશેષ હતા એની ખબર નથી.કાતરેલા અને ઘડેલા પાષાણના ટુકડા પણ અહીંથી મળ્યા છે, જે સ્તૂપના મથાળાના છત્રના અથવા તે। સ્તૂપની ચારે બાજુની પાષાણની વૈશ્વિકા( railing )ના પણ હોઈ શકે. અહીંથી મળેલા અવશેષ જૂનાગઢ મ્યુઝિયમમાં સચવાયેલા છે.૨૫
જેતપુર પાસે ચારેક માઈલ દૂર ભાદરને મળતી એક નાની નદી કે વહેળા પાસે, ખંભાલીડામાં બૌદ્ધ ગુફાઓ જુદાં જુદાં પાંચ નાનાં નાનાં જૂથેામાં કાતરાયેલી મળી છે. પહેલા સમુદાયમાં સાત નાની મેાટી ગુફાઓ છે, જે ભિખ્ખુએને રહેવાની આરડીએ—વિહાર હશે.
બીજા સમુદાયમાં ત્રણ ગુફાએ છે, જેમાંની વચલી ચૈત્યગુફા હતી. એની બહારની દીવાલ ઉપર ધિસત્ત્વાનાં મોટાં શિલ્પ કાતરેલાં છે, જ્યારે એના ચાપાકૃતિ છેડા apsidal end)ના ભાગે અંદર એક જીણું સ્તૂપ છે. એધિસત્ત્વા તરીકે મેળખાતી આકૃતિમાં ( જુએ પટ્ટ ૨૩, આ. ૮૫ ) એક બાજુ પદ્મપાણિ અવલોકિતેશ્વરને અને બીજી બાજુ વજ્રપાણિને વૃક્ષ નીચે ઉભેલા બતાવ્યા છે. આજુબાજુ પરચારકા-સેવકાની બીજી આકૃતિ પણ છે.૨૬ પથ્થરની જાત અને હવામાનને કારણે આ શિલ્પ કંઈક ખવાઈ ગયેલાં છે. મુખાકૃતિ વગેરે કેટલાક ભાગ ખાંત અને જીણુ છે. પણ કટ નીચે ભાગ ડીક જળવાઈ રહેલા છે. વસ્ત્રપરિધાન વગેરેની શૈલી જોતાં આ શિલ્પને ચોથા સૈકાથી જૂનું ગણવુ કીક નથી. ગુફા કદાચ વધુ જૂની હાય. પ્રાચીન ગુફાઓમાં ઘણી વખત એવુ બને છે કે કોઈ દીવાલ ઉપર પાછળથી શિલ્પાકૃતિ કોતરી કાઢી હોય, પણ આવા કિસ્સાએ!માં સ્થળતપાસ ઉપરથી પણ કેટલીક વખત નકકી અનુમાન કરવું મુશ્કેલ થઈ પડે છે. એટલે અન્ય પ્રમાણેાના અભાવે અત્યારે આપણે શ્રી પી. પી. પાંડવાનું આ અનુમાન સ્વીકારીએ છીએ.
ત્રીજા, ચેાથા અને પાંચમા સમુદાયમાં થોડીક જ ગુફા છે.