________________
-૩૮૦]
મોર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
સુશોભિત છે. ૨૧ એને થાંભલે લગભગ ગોળાકાર લાગે એટલા બધા પહેલવાળો છે. એના મથાળા પર વચ્ચે સ્ત્રીઓની જુદી જુદી જાતની આકૃતિઓ કોતરેલી છે. એ ઘણી જીર્ણ થયેલી હોવાથી એની કલાની વિશેષ ચર્ચા કરવી મુશ્કેલ છે. એના ઉપર ચારે બાજુ બેઠેલા સિંહની આકૃતિ નજરે પડે છે.
નીચલા મજલામાં આવેલા ચોથા પ્રકારના સ્તંભ પણ લગભગ આ ઘાટના થોડીક વિગતેમાં ફરકવાળા છે. ડૉ. સાંકળિયાને મતે પહેલા બે પ્રકારના સ્તંભ ૫ મી-૬ ઠ્ઠી સદીના અને બીજા બે પ્રકારના ૬ ઠ્ઠી – ૭ મી સદીના છે. પણ આપણે એ યાદ રાખવું જોઈએ કે ત્રીજા પ્રકારના સ્તંભોની બેસણીની પત્રવલ્લી સ્પષ્ટ રીતે ગ્રીક અસરની છે. ઉપરના સિંહ પણ ક્ષેત્રપાલીન અને કુમાણકાલીન સિંહને મળતા છે.
ઉપરકેટની ગુફાના ઉપલા મજલાની ઉપરના ભાગમાં સાફસૂફી કરાવતાં માટીની કેટલીક આકૃતિઓ ઉપરાંત રુદ્રસેન રાજાને એક સિકકો પણ મળ્યો હતો.૨૩ એ હકીકત અને દીવાલ પરના ચૈત્ય-ગવાની કલા તેમજ કેટલાક સ્તંભનાં જુદાં જુદાં અલંકરણ વગેરેનું કાલ જેવી ગુફાઓનાં તથા દેવની મોરીના સ્તૂપનાં અલંકરણો (motifs) સાથે મળતાપણું વગેરે જોતાં આ ગુફબોને આટલી બધી અનુકાલીન માનવાનું યોગ્ય નથી. વાસ્તવિક રીતે ઉપરકોટની ગુફાને ઈ. સ. ના બીજાથી ચોથા સૈકા સુધીમાં મૂકવી જોઈએ. એનાં પ્રાણીઓ, સ્ત્રીઓ, કે પત્રવલ્લી આદિ આકૃતિઓને ગુપ્તકાલીન કે મૈત્રકકાલીન શિલ્પકૃતિઓ સાથે સરખાવી શકાય એમ નથી.
- ઈ. સ. ૧૯૪૯માં જૂનાગઢ પાસે અશોકના શિલાલેખથી આશરે પાંચેક કિ. મી. ( ત્રણેક માઈલ) દૂર દવા ટેકરીનું બદકામ કરતાં ત્યાં રુદ્રસેનવિહારના અવશેષ મળી આવ્યા હતા. ભાટીકામની નાની આકૃતિઓ કે છાપરાના થાપલા વગેરે ખોદકામમાં મળેલાં, પણ સૌથી અગત્યની જે વસ્તુ મળેલી તે તો લગભગ એક ઇંચ વ્યાસનું માટીનું પકવેલું એક નાનું મુદ્રાંકન ( sealing છે, જેના ઉપર રાજ્યની આકૃતિ છે અને બ્રાહ્મી લિપિમાં મહૈત્ર સુદ્ર વિદ્યારે fમાસંઘચ એવું લખાણ છે. ૨૪ ભારતભરમાં મળેલી ભિક્ષુસંધની પ્રાચીન મુદ્રાઓમાંની એક એવી આ મુદ્દા પરથી મનાય છે કે મહારાજ રુદ્રસેન પહેલા (ઈ.સ. ૨૦૦-૨૨૨)ના સમયમાં આ વિવાર ભિસંધ માટે બંધાયો હશે. આગળ આપણે જોઈશું તેમ દેવની મોરીના સ્તૂપમાંથી મળેલા બુદ્ધના શરીરધાતુ સાચવતા પાષાણના દાબડા ઉપર પણ મહારાજા રુદ્રસેનના સમયમાં કથિક રાજાઓના ૧૨૭ મા વર્ષમાં સ્તૂપ બન્યાની હકીકત કોતરાયેલી છે. દેવની મોરીના લખાણવાળા રુદ્રસેન પણ આ