________________
૧૬ મું ] સ્થાપત્યકીય મારકે
[૩ve હોવાનો સંભવ પણ ખરો. દામોદર મંદિરનાં ગુપ્તકાલીન ગણાતાં પ્રતિમા શિલ્પ પેલા ભગ્ન મંદિરનાં પણ હોય કે ગુપ્તકાલના કોઈ અન્ય અજ્ઞાત મંદિરનાં પણ હેય. અત્યાર સુધી પ્રાપ્ત થયેલી માહિતીના આધારે કશું સુનિશ્ચિત વિધાન થઈ શકે નહિ.
કચ્છ-સૌરાષ્ટ્રમાં આ સિવાય અન્યત્ર ગુપ્તકાલીન સ્થાપત્ય કે મંદિર અદ્યાપિર્યત નેધાયું નથી. ગોપનું મંદિર ગુપ્તકાલ-મૈત્રકકાલના સંધિકાળનું છે, તેનું નિરૂપણ ગ્રંથ ૩ માં કરવામાં આવશે.
જૈન અનુશ્રુતિ અનુસાર મૌર્યવંશના રાજા સંપ્રતિએ, ઉજ્જયિનીના વિખ્યાત રાજા વિક્રમાદિયે તેમજ દક્ષિણના રાજા સાતવાહન કે હાલે શત્રુંજય તીર્થને ઉદ્ધાર કર્યો હતો.”
ઢકાપુરી ઢાંક)૯૧ના સિદ્ધ નાગાર્જુને પોતાના ગુરુ પાદલિપ્તાચાર્યની પ્રેરણાથી શત્રુંજયગિરિને સમુદ્ધાર કરાવ્યો તથા ત્યાં આદીશ્વરનું ચય કરાવ્યું તેમજ એ ગિરિની તળેટીમાં ગુરુના નામ પરથી પાદલિપ્તપુર (પાલિતાણું) વસાવ્યું.૯૨
જૈન અનુકૃતિઓ ઉપરાંત શત્રુંજય પર જાવડે કરેલા તીર્થોદ્ધારનું પણ વિગતવાર નિરૂપણ થયેલું છે. ભાવડને પુત્ર જાવડ મધુમતી(મહુવા)ને સ્વામી હતા. એણે તક્ષશિલાના ધર્મચક્રમાં રહેલી ભદેવ આદિનાથ)ની પ્રતિમા મધુમતીમાં લાવી, ત્યાંથી સંઘ લઈ શત્રુ જય જઈ, ત્યાં આચાર્ય સ્વામીના વરદ હસ્તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી.૯૩ આ તીર્થોદ્ધારને સમય વિ. સં. ૧૦૮ (ઈ. સ. ૫૧-પર) ગણાય છે.૯૪
આ પછી ધનેશ્વરસૂરિની પ્રેરણાથી સુરાષ્ટ્રના (મૈત્રક, રાજા શિલાદિત્યે આ તીર્થનો ઉદ્ધાર કરેલે એવું શત્રુંજયમાહામ્યમાં જણાવ્યું છે. આ રાજને સમય એમાં વિ. સં. ૪૭૭ઈ. સ. ૨૦-૨૧)ને જણાવ્યો છે.૫
ઉજયંત–રૈવતક પર આ કાળ દરમ્યાન કોઈ તીર્થોદ્ધાર થયાની અનુકૃતિ નથી, પરંતુ ત્યાં અંબિકા દેવીની મૂર્તિ સ્થપાયાની જે અનુશ્રુતિ મળે છે તે આ કાલ સુધીમાં પ્રચલિત થઈ હેવા સંભવે છે.
૨. તળ-ગુજરાતમાં મૌર્યકાલના તથા અનુમૌર્યકાલના કેઈ સ્થાપત્યકીય અવશેષ તળગુજરાતમાંથી પ્રાપ્ત થતા નથી, પરંતુ જૈન અનુશ્રુતિમાં એવી કેટલીક ઇમારતને