________________
૩૬૦]
મૌર્યકાલથી ગુપ્ત કાલ
[પ્ર.
ઉલ્લેખ આવે છે, જે આ સમય દરમ્યાન બંધાઈ હેય અગર અસ્તિત્વ ધરાવતી | હોય એમ લાગે છે. '
ભરુકચ્છ
ભરુકચ્છમાં ઘણા જ પ્રાચીન કાળથી વીસમા તીર્થ કર મુનિસુવ્રતનું ચૈત્ય હતું, જે “અશ્વાવબોધતીર્થ'ના નામથી ઓળખાતું હતું.૯૭ સિલેનની એક રાજકુમારી(સુદર્શનાએ૯૮ એને જીર્ણોદ્ધાર કરાવી એમાં ચોવીસ દેવકુલિકાઓ, પષધશાળા, દાનશાળા, અધ્યાપનશાળા વગેરે બંધાવી એ તીર્થને “શકુનિકાવિહાર' નામ આપ્યું હતું, જે “સમળી વિહાર’ તરીકે પણ ઓળખાતું.
જૈન અનુકૃતિઓ પ્રમાણે આ પ્રાચીન તીર્થને જીર્ણોદ્ધાર ઈ. પૂ. ર સદીમાં થઈ ગયેલા રાજા સંપ્રતિએ કરાવ્યો હતો. ૧૦૦ ઈ. પૂ. ૧ લી સદીમાં પ્રસિદ્ધ જૈનાચાર્ય ખપૂટાચાર્ય ભરુકચ્છમાં રાજા બલમિત્રના સમયમાં થયા.૧૦૧ એમણે ભરુકચ્છનું અશ્વાવબોધ તીર્થ બૌદ્ધોના કબજામાંથી છોડાવ્યું.૦૨ આનુશ્રુતિક વૃત્તાંત પ્રમાણે ભરુકચ્છના બૌદ્ધધર્મના ઉપાસ્ય બુદ્ધની મૂર્તિ તથા સ્તૂપ એમને નમી પડ્યાં અને અર્ધનમેલી અવસ્થામાં રહેલી એ મૂર્તિ નિગ્રંથનમિત’ નામે ઓળખાઈ. આ પરથી જણાય છે કે ભરુકચ્છમાં બૌદ્ધ સ્તૂપ તથા ચૈત્ય એ સમયે અસ્તિત્વમાં હતાં. હાલ એના કોઈ અવશેષ જોવા મળતા નથી. આ તીર્થને સાતવાહન રાજાએ જીર્ણોદ્ધાર કરાવ્યો ત્યારે પાદલિપ્તસૂરિએ એના
વજદંડની પ્રતિષ્ઠા કરી હતી,૧૦૩ વળી આ પ્રાચીન તીર્થને સમુદ્ધાર સિદ્ધસેન દિવાકરના ઉપદેશથી રાજા વિક્રમાદિત્યે (ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજાએ?) કરાવ્યો હતે. ૧૦૪
તારંગા
વેણીવત્સરાજ નામે બૌદ્ધધર્માનુયાયી રાજા આર્ય ખપૂટાચાર્યને સમકાલીન હતો. એણે ગિરિ (તારંગા) પર તારાફર (તારાપુર) નામનું નગર૧૦૫ વસાવી એમાં બૌદ્ધદેવી તારાનું મંદિર બંધાવ્યું હતું.૧૦ આર્ય ખપૂટાચાર્યના ઉપદેશથી એ રાજા જૈનધર્મી બન્યો ત્યારે એણે ત્યાં (મહાવીરની) શાસનદેવી સિદ્ધાયિકાનું મંદિર બંધાવ્યું ,
આ