________________
૩૫૮] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. " ઉપર્યુક્ત સિવાય સૌરાષ્ટ્રમાં રાણાવાવ, રાજુલા આદિ અનેક સ્થળોએ પ્રાકૃતિક ભયરા પ્રકારની ગુફાઓ આવેલી છે, જે ભૂમિના પેટાળનાં કોતરો જ છે. કચ્છની ખાપરા-કેડિયાની ગુફાઓ
અદ્યાપિપર્યન્ત એમ મનાતું હતું કે કચ્છમાં પ્રાગ મૈત્રકકાલીન સ્થાપત્યકીય સ્મારક અવશિષ્ટ રહ્યા નથી, પરંતુ ઈ. સ. ૧૯૬૭ માં કે. કા. શાસ્ત્રીએ કચ્છના લખપત તાલુકાના જૂના પાટગઢ નગરની પૂર્વ-દક્ષિણે અને કટેશ્વર મહાદેવ તથા કટેશ્વરી માતાનાં મંદિરોથી પશ્ચિમ બાજુના પહાડમાં ઈસુની પ્રાય: ત્રીજી શતાબ્દીના સમયની શૈલ-ઉત્કીર્ણ ગુફાઓ શોધી કાઢી છે.૮૫
બહારવટિયા ખાપરા-કોડિયાના નામ સાથે સંકળાયેલી આ ગુફાઓની સંખ્યા ઓછામાં ઓછી બે તે હશે જ, પરંતુ એમાંથી પૂર્વ બાજુની ઓસરી ઘાટની ગુફા અને પશ્ચિમ બાજુની ગુફા આગળને ઓસરી જેવો ભાગ સંપૂર્ણ નષ્ટ થઈ ગયેલાં છે. અવશિષ્ટ ભાગમાં અંદાજે ૮ ૪ ૮ ફૂટના માપને ભમતીયુક્ત ખંડ, એના પ્રવેશદ્વાર ઉપરનું હવે અસ્પષ્ટ ભાતવાળું કોતરકામ, અંદાજે ૧૦ ૮ ફૂટના માપવાળો બીજો ખંડ, ૧૬ X ૮ ફૂટની પડસાળ, એમાં આવેલા અંદાજે આઠ ફૂટના ઘેરાવાવાળા બે સ્તંભ આદિ ઉલ્લેખનીય છે.
કચ્છમાં બૌદ્ધ પથરાયેલા હતા તે કાળમાં કોતરાયેલી મનાતી આ ગુફાઓના ઉપર્યુક્ત બંને સ્તંભોના શિરોભાગની હાંસ બૌદ્ધ સ્તંભોના ઘાટની હેવાથી એ બૌદ્ધ ગુફાઓ હેવાનું અનુમાની શકાય. ગિરિનગરનું ચકભૃતુ-મંદિર
| ગુપ્તકાલીન શૈલ-ઉત્કીર્ણ સ્થાપત્ય પ્રાપ્ત થયાં નથી, પરંતુ ઉત્તર ભારતમાં અન્યત્ર વિપુલ પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતાં. છતાં ગુજરાતમાં ગુપ્તકાલીન પ્રસ્તર– નિર્મિત સ્થાપત્ય પણ અદ્યપર્યન્ત પ્રાપ્ત થયાં નથી, એમ છતાં ગુપ્ત સમ્રાટ સ્કન્દગુપ્તના જૂનાગઢ શૈલ–લેખ ઉપરથી એમ સ્પષ્ટ અનુમાની શકાય કે ગુણોએ ગુજરાતમાં પણ પ્રસ્તર-નિર્મિત મંદિર બંધાવ્યાં હતાં ખરાં.
ઉપર્યુક્ત શૈલલેખમાં જણાવેલું ચક્રભૂત-મંદિર ગિરિનગરમાં કઈ જગ્યાએ આવ્યું હતું એ હજુ સુનિશ્ચિત થયું નથી. વર્તમાન દામોદર મંદિરના મંડોવરનાં કેટલાંક પ્રતિમશિલ્પ, મંદિરની પૂન્ય-મૂર્તિઓ અને અર્ધસ્ત ગુપ્તકાલીન હોવાનું મનાય છે, પરંતુ એ માન્યતાને આધારે વર્તમાન દામોદર મંદિરની જગ્યાએ કે એની આસપાસમાં ગુપ્તકાલીન ચક્રભૂત મંદિર આવેલું હતું એમ નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ. ઉપરકોટના વિસ્તારમાં કઈ પણ જગ્યાએ કદાચ એ