________________
૧૬ મું] | સ્થાપત્યકીય સ્મારક
(૩૫૭ - આ ગુફાઓ ઈ. સ. ના આરંભના સમયની હોવાનો સંભવ છે. એ ક્યા સંપ્રદાય માટે હતી એ તો હાલ તુરત માત્ર અટકળનો વિષય છે.૮૧ ઢાંકની ગુફાઓ - રાજકોટ જિલ્લાના ઉપલેટા મહાલના ગામ ઢાંકની પશ્ચિમે આવેલી નાની ટેકરીના પણ પશ્ચિમ ભાગે ગાળીમાં આવેલી કેટલીક શૈલ-ઉત્કીર્ણ ગુફાઓ સ્પષ્ટપણે જૈન ગુફાઓ છે.
લગભગ ૭ ૪ ૪ ફૂટની નાની-શી પ્રથમ ગુફાની, પ્રવેશદ્વાર સિવાયની, ત્રણ બાજુએ ૨૨ ઇંચની લંબાઈ-પહોળાઈવાળો એકેક ગોખલે આવેલ છે. દરેક ગોખલામાં કંડારેલી આદિનાથની પદ્માસનસ્થ દિગમ્બર પ્રતિમાઓના શિરોભાગે ત્રિછત્ર, નીચેની બંને બાજુઓ ઉપર એકેક ચામરવાહક અને ઊર્વભાગે બંને તરફ એકેક ઊડતો ગંધર્વ પણ કોતરેલ છે.
આ ગુફાની જરા ઉત્તરે ઉપરના ભાગે ખડક ઉપર અ૮૫મૂર્ત શિપમાં કેટલીક પ્રતિમાઓ કંડારેલી છે, જે પૈકી આદિનાથ, શાંતિનાથ અને અંબિકા આદિ ઉલ્લેખનીય છે.
તીર્થકરોની દિગમ્બર પ્રતિમાઓની કંડારણીના લઢણના આધારે પ્રસ્તુત ગુફા-સમૂહને ઈસુની ત્રીજી શતાબ્દીની આસપાસનો ગણી શકાય.૮૨ ઝીંઝુરીઝરની ગુફાઓ
ઢાંકથી પશ્ચિમે પાંચેક માઈલ દૂર સિદ્ધસર નામના ગામ પાસે ઝીંઝુરીઝર નામે ગાળી આવેલી છે. એમાં અને એની આસપાસ કેટલીક ગુફાઓ આવેલી છે, જે પૈકી એક ગુફામાં વેદિકાથી જોડાયેલા બે અષ્ટકોણ સ્તંભ ઈસુની પહેલી બીજી શતાબ્દીના સમયના જણાય છે.૮૩ સૌરાષ્ટ્રની પ્રકીર્ણ ગુફાઓ
જૂનાગઢ જિલ્લામાં પ્રભાસ પાટણ મુકામે “પ્રાચીન ગુફાઓ,” સવની (તા. પાટણ-વેરાવળ) મુકામે “મંદોરની ગુફાઓ” અને જેતલવડ (તા. વિસાવદર) મુકામે “પેથલની ગુફાઓ,” જામનગર જિલ્લામાં ધૂમલી (તા. ભાણવડ) પાસે “રાણપુર અને ભવનેશ્વરની ગુફાઓ” અને રાજકોટ જિલ્લામાં હિંગોળગઢ (તા. જસદણ) નજીક “ભૈયરાની ગુફા”૮૪ આવેલી છે. એ ગુફા-સમૂહમાં કશી નોંધપાત્ર વિશિષ્ટતા નથી.