________________
૩૫૬]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
પ્રસ્તુત ત્રિદલના ઉપરના અર્ધવૃત્ત સાથે સામ્ય ધરાવે છે. અગ્રભાગે અગાઉ આવેલા ચાર અષ્ટકોણ સ્તંભ નષ્ટ થઈ ચૂક્યા છે. ત્રિદલ ચૈત્ય--ગવાક્ષ અને એની નીચેની વેદિકાને કારણે મુખભાગની વિશાળતા ભવ્ય જણાય છે. એ ભવ્યતામાં ઓર વધારો કરે છે, અંશત: આયતાકોર વિશાળ ખંડની અનાવૃત સાદગી. એને સ્તંભના ટેકાની પણ આવશ્યકતા જણાઈ નથી.
એભલ-મંડપથી ઉપરની બાજુએ મોમેડી, ચમેલી, બેડિયાર, રાંકા-વાંકાની દુકાન અને નરસિંહ મહેતાની શાળા એ નામની ગુફાઓમાં કશું વિશેષ નોંધપાત્ર નથી.
થોડી વધુ ઊંચાઈએ ચૈત્ય-ગુફા આવેલી છે. ચિત્યનો મધ્યભાગ નષ્ટ થઈ ગયેલ છે, તે રણ અને પીઠિકા અવશિષ્ટ રહ્યાં છે. તોરણ વિતાન જોડે સંયુક્ત છે. ચૈત્ય પછાત જોડે સંયુકત હોવાને બદલે એનાથી સ્વતંત્ર કંડારેલું હતું.
ચૈત્યગવાસે, વેદિકા અને ચૈત્યની શૈલી ઉપરથી પ્રસ્તુત ગુફાઓ આરંભિક ઈસવી સનમાં કંડારાયેલી હોવાનું અનુમાન છે.૭૭ પરંપરાગત રીતે આ ગુફાઓને બૌદ્ધ સંપ્રદાયની માની સ્વીકારી લેવામાં આવી છે, પરંતુ એનાં કારણોની તજજ્ઞોમાં વિશેપ છણાવટ૭૮ થઈ નથી, સાણાની ગુફાઓ
જૂનાગઢ જિલ્લાના ઊના તાલુકામાં વાંકિયા નામના ગામ પાસે સાણાની ટેકરીઓ આવેલી છે. એની ઉપર પણ સાદગીમાં જૂનાગઢ અને તળાજાની ગુફાઓ જોડે સામ્ય ધરાવતી લગભગ દર શૈલ-ઉત્કીર્ણ ગુફાઓને વિશાળ સમૂહ આવેલ છે.૭૯
તળાજાના એભલ મંડપ જેવી અહીં પણ એભલ મંડપ નામની ગુફા છે. એ ૬૮૩ ૪ ૬૧ ફૂટના વિસ્તારની અને ૧૬ ફૂટ ઊંચાઈવાળી છે. એના અગ્રભાગે છે સ્તંભ હતા, અંદરના ભાગે એક પણ નહિ.
લગભગ ૧૨૦ ફૂટની ઊંચાઈ એ ભીમરી નામની ગુફા આવેલી છે. એના અગ્રભાગે એાસરી પણ છે. ચાર અણુ સ્તંભનાં શીર્ષ અને કુંભી કળશાકાર છે, જ્યારે શીપતલ અને જગદી- ક સમાચાર છે.
ભીમરીની બાજુમાં ૩૧ ૪ ૧૮ , વિસ્તારમાં આવેલી ચૈત્ય-ગુફા ૧૩ ફૂટ ઊંચી છે. એની પછીત અર્ધવ્રતા છે. અલંકૃત ચિત્ય અવશિષ્ટ છે, પરંતુ એનું તેરણ નષ્ટ થઈ ગયું છે. એને ફરો યથાર્થ પ્રદક્ષિણામાર્ગ નથી..