________________
૧૬
].
સ્થાપત્યકીય સ્મારક
[૩૯
બાદ પણ ! આ ઉપરથી ત્રણેક અનુમાન બાંધી શકાય : (૧) ગુફાઓને ધાર્મિક ઉપયોગ બંધ થયા બાદ કોઈ આ લેખ એ ઉપેક્ષિત સ્થળે મૂકી ગયું હોય, (૨) લેખ વાચનક્ષમ ન જણાતાં, ખંડિત જણાતાં, બિનઉપયોગી જણાતાં કે કોઈ પણ કારણે સબબ કોઈએ પણ એને ત્યાં આગળ સંગ્રહી રાખ્યું હોય, કે (૩) પછીના કેઈ પણ સમયે એ ગુફાઓમાં જૈન સાધુઓને વાસ થયો હોય તે તેઓ અન્યત્રથી એ લેખ અત્રે લાવ્યા હોય; એ સિવાય છૂટી શિલા ઉપરના લેખને શૈલ-ગુફા સાથે સાંકળ બુદ્ધિગમ્ય જણાતું નથી.
ઈટવા-વિહાર-વાસીઓ જે બૌદ્ધસંપ્રદાયી હોય તો એ વખતે અને પાછળથી ઈસુની સાતમી શતાબ્દીમાં ૪૬ પ્રસ્તુત ગુફાઓમાં પણ બૌદ્ધધર્મીઓનો વાસ રહ્યો હોવાની શક્યતા ખરી. ખાપરા-કેડિયા ગુફાઓ
જૂનાગઢ રેલવે સ્ટેશનથી લગભગ પૂર્વમાં પાંચેક ફર્લોગને અંતરે, ઉપરકોટની ઉત્તરે, શૈલ-ઉકીર્ણ ગુફાઓનું વિશાળ જૂથ આવેલું છે. વર્ષો પહેલાં ત્યાં કોઈ બહારવટિયા ખાપરા-કોડિયાને વાસ હશે તેથી ગુફાઓ પણ એમના નામે ઓળખાય છે.૪૭ નવાબી સમયમાં આ ગુફાઓમાં અને એની આસપાસ પથ્થરની ખાણો ખોદાતી હતી તેથી ગુફાઓને ખૂબ નુક્સાન પહોંચ્યું છે.૪૮ એની ઉપર પૂરેપૂરો મજલે અને દક્ષિણનો અધિકાંશ ભાગ નષ્ટ થઈ ગયો છે (પટ્ટ ૧૯, આ. ૮૦). એ વર્તમાન સ્થિતિમાં તેની પૂર્વ–પશ્ચિમ લંબાઈ લગભગ ૨૫૦ ફૂટ તથા વધુમાં વધુ પહોળાઈ લગભગ ૮૦ ફૂટની છે.૪૯
પ્રસ્તુત ગુફાઓનું મૂળ મુખ્ય પ્રવેશદ્વાર કયાં હશે એ હવે નિશ્ચિત થઈ શકે એમ નથી. ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણે એના કરેલા પુરા-રણ બાદ હાલમાં એના દક્ષિણ બાજુના લગભગ મધ્યભાગ બાજુથી અંદર જઈ શકાય છે. એના પશ્ચિમ ભાગે ખાસ નુકસાન થયું જણાતું નથી. પશ્ચિમ બાજુના પ્રથમ ખંડના મધ્યભાગે આવેલા કુંડના ચારેય ખૂણાઓ ઉપર એકેક સ્તંભ આવેલો છે. એની પૂર્વે આવેલી ૬૧ ૪ ૬૦ ફૂટની વિશાળ ગુફાના મધ્યભાગે પણ ચાર સમરસ કુંડ આવેલા છે. દરેક કુંડને ખૂણે એકેક થઈ ૧૬ સ્તંભ વિતાનને ટેકે આપે છે. કુંડમાં ઊતરવા માટે એકેક બાજુએ સોપાનશ્રેણી કાતરેલી છે. કુંડને ફરતી એાસરીમાં દીવાલને અડીને ચેતરફ એટલે પણ કોતરેલ છે. આ ચતુર્મુડી ખંડની પૂર્વે બીજે ભવ્ય ખંડ આવેલ હતો, પણ એને દક્ષિણ ભાગ બિલકુલ નષ્ટ થઈ ગયેલ હોઈ હવે તે એની રચનાને પણ પૂરો ખ્યાલ આવી શકતો