________________
૩૪૮]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[4.
શિરોધાર્ય કરી ચૂકેલા ગિરિનગરમાં ઈ. પૂ. બીજી શતાબ્દીના અંત સુધીમાં પણ પૂર્ણ પ્રાકૃતિક સુવિધાઓ હોવા છતાંયે, શૈલ-ઉત્કીર્ણ-ગુહાવિહાર ન જ બન્યા હોય એ કેમ બને ?
પ્રસ્તુત ગુફા સમૂહ કયા ધર્માવલીઓ માટે બનાવવામાં આવ્યો હતો અથવા એમાં ક્યારે-ક્યારે કયા-કયા સંપ્રદાયવાદીઓનો વાસ થયો હતો એનું અદ્યાપિપર્યંત પ્રાપ્ત થયેલાં ઐતિહાસિક સાધનો દ્વારા અનુમાન માત્ર થઈ શકે. ભવિષ્યમાં વધુ સ્પષ્ટ પુરાવા પ્રાપ્ત થાય તો જ એ અંગે અસંદિગ્ધ નિર્ણય લઈ શકાય.
કહેવાતાં બૌદ્ધ બાંધકામને અન્યધર્મીય બાંધકામોથી જુદી પાડતી કોઈ વિશિષ્ટ સ્થાપત્ય-રચના શેલી ન હોવાથી સ્થાપના બૌદ્ધ સ્થાપત્ય, જૈન સ્થાપત્ય આદિ ભેદ વસ્તુતઃ પાડી શકાતા નથી. શિલ્પાદિભેદથી આવા ભેદ શક્ય બને છે અથવા તો એમાં વસનાર સંપ્રદાયના પ્રકાર અન્ય સાધનોથી નકકી થયે જે તે ધર્મના નામ સાથે સ્થાપત્યના નામને જોડવામાં આવે છે.
પ્રસ્તુત સમૂહની , 7 અને ઘ ગુફાઓમાં બેનાં પ્રવેશદ્વારો ઉપર જે જે ઉકીર્ણ ધર્મ-પ્રતીકેનું અલંકરણ કરવામાં આવેલ છે તે પૈકીનાં અધિકતમ પ્રતીકો મથુરાના જૈન સ્તૂપ૪૧ ઉપર પ્રાપ્ત થાય છે, જ્યારે અમરાવતી,જર ભાજા અને બેડસા આદિ સ્થળોએ એમાંનાં કઈ કોઈ પ્રતીક આવેલાં છે, આ ઉપરથી પ્રસ્તુત ગુફા–સમૂહને જૈન–ગુફાઓ માનવામાં આવે છે;૪૪ પરંતુ જ્યારે આ પ્રતીકે ઉભય સંપ્રદાયોના બાંધકામ ઉપરથી મળી જ આવે છે ત્યારે મથુરાના જૈન-સ્તૂપ અને પ્રસ્તુત ગુફાઓ ઉપર એની સંખ્યાની અધિક હોવાને કારણે જ મથુરાનો સ્તૂપ જૈન હોઈ પ્રસ્તુત ગુફાઓને પણ જૈન નિઃશંકપણે કલ્પી શકાય નહિ. વળી પ્રસ્તુત ગુફાઓની કંડારણી વખતે જ એ પ્રતીકેની પણ રચના કરવામાં આવી હશે કે કેમ એ પણ શંકાસ્પદ છે.
પ્રસ્તુત રથળેથી ક્ષત્રપ રુદ્રસિંહ પહેલા એક શિલાલેખ ખંડિત સ્થિતિમાં પ્રાપ્ત થયો છે, જેમાં આવતું “કેવલી” પદ જૈન દર્શનની તાંત્રિક શબ્દાવલિનું ઘાતક હોઈ આ ગુફાઓને પણ જૈન સંપ્રદાયીઓ માટેની માનવામાં આવે છે.૪૫ આ માન્યતા પણ નિઃશંક નથી જ, કારણ કે પ્રસ્તુત શિલાલેખ એ સ્થળેથી છૂટો મળી આવેલે, નહિ કે કઈ દીવાલમાં જડાયેલ. વળી શૈલ-ઉત્કીર્ણ ગુફાઓમાં છૂટી શિલા ઉપર લેખ કોતરાવવાની આવશ્યકતા પણ શી ? કઈ ગુફાની જ યોગ્ય દીવાલ ઉપર લેખ કોતરી શકાયો હોત, પ્રથમથી જ કે પછી લાંબા કાળ