________________
૩૫૦]
મૌર્યકાલથી ગુપ્તકાલ
[>,
નથી. એની ઉત્તરે આયતાકાર ઓસરી જેવી એક ગુફા આવેલી છે. એની ઉત્તરનો ભાગ નષ્ટ થઈ ગયો છે. આ નષ્ટપ્રાય વિશાળ ખંડની પૂર્વે આવેલી છે આ જૂથની પૂર્વ અવશિષ્ટ ગુફા
પ્રસ્તુત જૂથની ગુફાઓ તદ્દન સાદી છે. અવશિષ્ટ રહેલા સ્તંભ પણ બિલકુલ સાદા અને પ્રાયઃ ચરસ છે. આમ આ જૂથનું આગવું લક્ષણ જ છે સાદગી. ગુફાઓની અને કુંડાની દીવાલ ઉપર અને કેટલાક સ્તંભોની સપાટી ઉપર શંખ-લિપિમાં અનેક ઉકીર્ણ અક્ષરો નજરે પડે છે.પ૦
અલંકરણહીન પ્રસ્તુત કૌલ–ઉકીર્ણ ગુફાસમૂહના સમયાંકનનું એની કંડાર– લઢણની તુલનામક દૃષ્ટિએ અનુમાન કરીને કરી શકાય. એના સીધાસાદા ભારેખમ ચેરસ સ્તંભ બાવાયારા-ગુફાઓના કેટલાક સ્તંભે જેડે અર્શતઃ સામ્ય ધરાવે છે. એના કુંડ ઉપરકોટ-ગુફા-સમૂહના એક માત્ર કુંડ જેવા જ છે. ઈ. સ. પૂર્વેથી આરંભી ઈ. સ. ની દ્વિતીય શતાબ્દી સુધીમાં એની કોતરણી પૂરી થઈ હવાને સંભવ છે.
પ્રસ્તુત ગુફાઓ બૌદ્ધ સંપ્રદાયની હતી કે જૈન સંપ્રદાયની એ અંગે સૂચન કરતું એક પણ પુરાવતુકીય સાધન અદ્યાપિપર્યત પ્રાપ્ત થયું નથી. પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ જ પ્રકારના પુરાવાના અભાવે પ્રાથમિક અનુમાન કરવું પણ અયોગ્ય ગણાય. ઉપરકેટ–ગુફાઓ
જૂનાગઢ રેલવે સ્ટેશનથી પૂર્વે લગભગ પણ માઈલને અંતરે મહમૂદ બેગડાએ જૂનાગઢને ફરતા બંધાવેલા ગટની પૂર્વ રાંગની લગભગ ઉત્તર બાજુએ, વિખ્યાત ઉપરકોટ આવેલ છે.પ૧ એના વર્તમાન મુખ્ય પ્રવેશદ્વારની ઉત્તરે કહેવાતી બૌદ્ધ ગુફાઓનો નાનો-શે પણ મહત્ત્વનો સમૂહ આવેલ છે. એની ઉપરના ભૂમિતળ ઉપર પાછળના સમયમાં કાંઈ ભાંગફોડ કે ફેરફાર થયા હોય એવાં ચિહ્ન દષ્ટિગોચર થાય છે, પરંતુ અંદરના સ્થાપત્યને વિશેષ નુકસાન થયું નથી.
બે માળવાળી પ્રસ્તુત ગુફાઓમાં પ્રવેશ કરતાં, સોપાન-રસ્તે નીચે ઊતરતાં, સર્વ પ્રથમ લગભગ ૧૧ ફૂટનો સમરસ કુંડ આવે છે.પર એની બાજુમાં મધ્યભાગે ઉપર-નીચેથી ખુલ્લી છ-સ્તંભયુક્ત ગુફાઓ આવેલી છે. એની ઓસરીમાંથી નીચેની ગુફાનું તળિયું અને ઉપર ખુલ્લું આકાશ જોઈ શકાય છે. એાસરીની દક્ષિણ બાજુની દીવાલ સિવાય ત્રણ બાજુએ મોટા મોટા ગોખ હેઠળ