________________
૧૬ મું]
સ્થાપત્યકીય માકે
[૩૪૫
જેના આધારે ઈટવા-વિહાર-વાસીઓના ધર્મ પ્રકાર અને સમય નિશ્ચિત કરવામાં આવ્યા છે તે તે છે મુદ્રાંકન (sealing), રવયં મુદ્રા ( seal) નહિ! ભીની માટીના નાના પોચકા ઉપર મૂળ મુદ્રાનું અંકન કરી, છાપ મારી, એને પકવી લેવામાં આવેલ છે. આ પ્રકારનું મુદ્રાંકન ઈટવામાંથી મળી આવ્યું એટલા ઉપરથી જ મુદ્રાંકનનું લખાણ ઈટવા-વિહારને ઉદ્દેશીને જ લખાયેલું સિદ્ધ થઈ જતું નથી. એ મુદ્રાંકન અન્યત્ર આવેલા રુકન-વિહારમાંથી ઈટવા-વિહારમાં આવ્યું હોય એ પણ સંભવિત છે. આ મુદ્રાંકન જે કઈ રુસેન-વિહારનું હોય તેમાં વસતા ભિસંધ જે બૌદ્ધધર્મો હોય તે સમાનધર્મી જોડે સંબંધના નિયમ ઈટવા-વિહાર-વાસીઓ પણ બૌદ્ધધર્મ માની શકાય, અન્યથા વધુ સ્પષ્ટ પુરાતત્ત્વકીય પુરાવા અપેક્ષિત રહે છે.
ઉખનનમાંથી પ્રાપ્ત થયેલા પુરા-અવશેપ બહુધા ક્ષત્રપકાલીન હોવા છતાં એ નોંધપાત્ર છે કે જે મૃત્તિકા-નિર્મિત પકવ ઈટ વડે આ વિહાર બાંધવામાં આવ્યું છે તે ઈટ એરિયા–સ્તૂપની ઈ ટેના, ૧૮ x ૧૨૪૩ ઈચના, માપની હવાથી એ પણ મૌર્ય કે અનુમૌર્યકાલીન લેવાનું નકારી શકાય એમ નથી. જેમ ગિરનારની એક જ શિલા ઉપર મૌર્ય, ક્ષત્રપ અને ગુપ્ત સમવના અભિલેખ આવેલા છે, તેમ મૌર્યકાલીન ઈમારતોનો ઉપયોગ પણ ઓછામાં ઓછો ક્ષત્રપકાલ સુધી ચાલુ રહી શક્યો હોય, જેથી ઈટવા વિહારના મૌર્યકાલીન બાંધકામ માંથી ક્ષત્રપકાલીન અવશેષ પ્રાપ્ત થાય એ યોગ્ય છે, એમ જ થવું જોઈએ. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ઈટવા–ઉખનનમાં ઉપરના થોડા સ્તર ખસેડી વિહારની ફરસબંધી સુધી જ ખેદકામ કરવામાં આવેલું, અર્થાત્ કોઈ પણ બાંધકામને પાયે સુધ્ધાં ખોદી કાઢી એની નીચેના સ્તર તપાસવામાં આવ્યા નથી. અથવા અન્ય શબ્દોમાં, આરંભિક વર્તમાન ભૂમિતળથી આરંભી અંતિમ પ્રાકૃતિક ભૂમિ સુધી સ્તર-રચના સ્તર-વિજ્ઞાનની દષ્ટિએ અભ્યાસ કરવામાં આવ્યું નથી. તેથી વિહારને ક્ષત્રપકાલીન જ માનવાને અને મૌર્ય કે અનુમૌર્યકાલીન લેવાની શક્યતાને નકારવાને કશું કારણ રહેતું નથી.૨૪ બાવાચાર–ગુફાઓ
વન-ઉપવનમાં ધર્મસંઘે માટે બનેલાં માત્ર છાપરાવાળાં આશ્રયસ્થાનોમાં ઋતુ-અનુસાર શીતોષ્ણ વાતાવરણની તીવ્રતા અધિક વરતાતી હેઈ, ભગવાન બુદ્ધના સમયથી જ વિવિધ આશ્રય–સ્થાન બન્યાં હતાં, જે પૈકી શૈલ–ઉકીર્ણ ગુહાએ પ્રાચીનતમ હતી. સ્વયં ભગવાન બુદ્ધ રાજગૃહ મુકામે સાતપણી ગુહાઓમાં છેડે