________________
૩૪૬].
મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર.
કાળ વ્યતીત કર્યો હતો ૨૫ એમ છતાં મૌર્ય કાલ સુધીમાં શૈલ-ઉકીર્ણ ગુહાઓનું નિર્માણ સૌરાષ્ટ્રમાં થયું હતું કે કેમ એ અનિશ્ચિત છે. ૨૬
ગુજરાતની પ્રાચીનતમ શૈલ–ઉત્કીર્ણ ગુફાઓ જૂનાગઢમાં ઉપરકેટની દક્ષિણે થોડે અંતરે આવેલી છે. એની પાસે બાવાપ્યારા નામના ભૂતપૂર્વ સંતને મઠ આવેલ હોઈ આ ગુફાઓ પણ એ નામથી પ્રચલિત બની છે.
પૂર્વે ઉત્તર અને દક્ષિણે એકેક થઈ પ્રસ્તુત ગુફાઓ ત્રણ હારમાળામાં ગોઠવાયેલી છે (જુઓ પટ્ટ ૯, આ. ૬૪). પૂવી હારમાળા મુખ્યત્વે પશ્ચિમાભિમુખી છે, પરંતુ એની મુખ્ય–ગુફા જ્ઞ પ્રાંગણ ૩ ની પશ્ચિમે પૂર્વાભિમુખી છે. બે, ઢ તથા જ પશ્ચિમાભિમુખી અને ત તથા ટૂ દક્ષિણાભિમુખી છે. તથા પશ્ચિમેભિમુખ અને ત તથા ૨ દક્ષિણાભિમુખી છે. આ ચારે ગુફાઓ નાનાં-નાની છે. પ્રાંગણ ૪ ની પશ્ચિમે પૂર્વાભિમુખી મુખ્ય ગુફા ૪ આદિમ પ્રકારની મૈત્ય–ગુહાકાર છે. એની ઉભય બાજુએ એકેક નાની-નાની ઓરડી તથા ટ આવેલી છે. મુખ્ય ગુફા 8 ની ઓસરી (સની દક્ષિણ બાજુએ બે ભાગમાં બીજી ત્રણ , 4 અને ગુફાઓ આવેલી છે. ઉત્તરી હારમાળા દક્ષિણાભિમુખી છે. એમાં છ (૬ થી ૨) અને ઉત્તરાભિમુખી દક્ષિણી હારમાળામાં સાત નાની મોટી ગુફાઓ (૧ થી ) આવેલી છે.
ત્રણેય હારમાળાની સઘળી ગુફાઓના અગ્રભાગે ઓસરી આવેલી છે. ઉત્તરી હારમાળાની પશ્ચિમ તરફી અંતિમ ત્રણ ગુફાઓ , ઘ તથા ને ને ઝૂમખાની ઓસરી માં લગભગ ૧૬ ફૂટ પહોળી છે (એને પશ્ચિમ ભાગે, બે સ્તંભથી છૂટી પડતી, એની પહોળાઈ જેટલી લાંબી આયતાકાર મ રડી આવેલી છે), જ્યારે બાકીની ઓસરીઓ પહોળાઈમાં ઓછી છે. પૂર્વ હારમાળાની દક્ષિણ તરફી અંતિમ ગુફા જ ના અગ્રભાગે એાસરીને બદલે લગભગ એરસ આકારનું પ્રાંગણ ઘ આવેલું છે અને એની ત્રણ બાજુએ એટલે કોતરેલો છે.
ઓસરીઓમાં અને કવચિત અન્યત્ર કોતરાયેલા સ્તંભો અને અર્ધ-સ્તંભ સાદા અને સમરસ છે. ઉત્તરી હારમાળાની મ ઓસરીના આરંભના ત્રણેય સ્તંભો ઉપરના ભાગે અષ્ટકોણ છે.
પૂર્વ હારમાળાના કેન્દ્રમાં આવેલી મુખ્ય ચૈત્યગુફા ની પછીત અર્ધ વૃત્તાકાર છે. એના મધ્યભાગે આવેલાં ચાર સ્તંભ અને ચૈત્ય સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયાં છે. ચૈત્ય પછીત જોડે સંયુક્ત હતું કે એનાથી સ્વતંત્ર હોય તો શૈલ-ઉત્કીર્ણ હતું કે પ્રસ્તર–નિર્મિત એ સ્પષ્ટ થઈ શકયું નથી. ઈસુની પ્રથમ બે શતાબ્દીઓ દરમ્યાન કેતરાયેલી ભાજ, નાસિક, અજંટા નં. ૯ અને ૧૦ આદિ પૂર્વકાલીન