________________
૩૪૪ ] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. ઈટિવા-વિહાર
જૂનાગઢથી ઈશાનકાણ તરફ લગભગ ત્રણેક માઈલ દૂર, ભવનાથની ઉત્તરે, ઈટવા નામને વિસ્તાર આવેલ છે. જે ગણિયા નામના કુંગરા અને ગિરનાર પર્વતની વચ્ચે આવેલા આ વિસ્તારમાંથી પ્રચુર પ્રમાણમાં પકવ ઈટ મળી આવતી હોવાથી લેકે એ એ સ્થળવિશેનું ઈટવા' નામકરણ કર્યું છે. બૌદ્ધ જણાતા વિહારના સ્થાપત્યકીય અવશે અહીં આવેલા છે.
ઈ. સ. ૧૯૪૯ માં આ સ્થળનું ઉખનન સ્વ. શ્રી ગિ. વ. આચાર્યું કર્યું હતું. ૨૦ વિહારના મુખ્ય પ્રાંગણમાં બે સ્તરોમાં પાકી ઈંટો બિછાવેલી હતી. પશ્ચિમી દીવાલને અડીને પ૩ X ૮૩ ફૂટના માપની એક વ્યાસપીઠ બનાવેલી હતી. પ્રાંગણની તરફ ૧૦ x ૧૦ ફૂટના માપના ઓરડા બનાવેલા હતા. પૂવી હારમાં આવા છ ઓરડા આવેલા હતા, જે પૈકી દક્ષિણ બાજુથી ચોથે ઓરડે ૨૬ ફૂટ લંબાઈનો બેવડ ઓરડો હતો. તક્ષશિલાના એક વિહારની પૂર્વ બાજુએ પણ આવો એક બેવડ ઓરડો આવેલ હતોરલ એ ઉલ્લેખનીય છે.
ઉખનન દરમ્યાન માટીનું પકવેલું એક મુદ્રાંકન, ચાંદીના તથા તાંબાના થોડા સિકકા, મૃત્તિકા-નિર્મિત પકવ ચીજવસ્તુઓ–કુંજા, પ્યાલા, કટોરા, ગટરનાં ઢાંકણાં, પાષાણનિર્મિત લાં, વાટવાની ચાર પાયાવાળી શિલાઓ તથા બતાઓ, વિશિષ્ટ અને સામાન્ય કૌલાલખંડો ઠીકરાં), અબરખના ટુકડા યાદિ પ્રાપ્ત થયું હતું.
જેના આધારે વિહારનાં પ્રકાર અને સમય નકકી થયાં છે તેવી મહત્ત્વની પ્રાપ્તિ થઈ હતી મૃત્તિકા ઉપરના પકવ મુકનની. ૧૦૧ ઈંચના વ્યાસનું પ્રસ્તુત મુદ્રાંકન વર્તુલાકાર છે. એને કેન્દ્રભાગે ચૈત્યનું પ્રતીક છે. ઘડિયાળના ચંદામાં જયાં નવો અંક આવે છે તે જગ્યાએથી એમાં બ્રાહ્મી લિપિમાં આપેલા લખાણની વાચન છે : મહારાનરસેનવિહારે મિક્ષુસંઘચા અર્થાત પ્રસ્તુત મુદ્રા મહારાજ સેન(નિર્મિત) વિહારના ભિક્ષુસંઘની છે. ભારતના પ્રાચીનતમ ભિક્ષુસંધની અદ્યપર્યત પ્રાપ્ત થયેલી મુદ્રાઓ પૈકી એક આ મુદ્રાંકનને પણ ગણવામાં આવે છે. એમાં આપેલા લખાણના અને એની લિપિના મરોડના આધારે એને ક્ષત્રપ રાજા રુદ્રસેન (પ્રથમ)ના સમયનું, ઈ. સ. ૧૯૯-૨૩૨ ની વચ્ચેનું માનવામાં આવે છે, અને તેથી જ પ્રસ્તુત વિહારને પણ ઈસુની દ્વિતીય તૃતીય શતાબ્દીને ગણવામાં આવે છે. ક્ષત્રપ બૌદ્ધ ધર્મને પ્રત્સાહન આપતા હોવાથી ઉલિખિત ભિક્ષુસંઘને બૌદ્ધધમ માનવામાં આવ્યો છે. પ્રસ્તુત મુદ્રાંકનના આધારે ઈટવા-વિહારને રુદ્રસેન-વિહાર તરીકે પણ ઓળખવામાં આવ્યો છે.૨૩