SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ [5. ૩૨૮ ] મૌર્યકાલથી ગુપ્તકાલ માટીની વિશિષ્ટ વસ્તુઓમાં આ કાલમાંની દીવીઓ મળી આવી છે. એ હાથથી બનાવેલી અને ચાક પર ઉતારેલી હોય છે. આ દીવીઓની વાટ પ્રમાણે એની રચના થયેલી હોય છે. આ દીવીઓ પ્રમાણમાં નાની અને ત્રણચાર પ્રકારની મળે છે. સાદી દીવી તરીકે કેડિયાં વપરાતાં હશે, પણ કેટલીક વાર વિશિષ્ટ રીતે વાળેલી કારવાળાં કોડિયાં દીવી હોવાનું સ્પષ્ટ સમજાય છે. કેટલીક દીવીઓ ઊભા ઘાટની તથા ઘણી બેઠા ઘાટની હોય છે. આમ માટીની અનેક પ્રકારની વસ્તુઓ આ કાલમાં વપરાતી તેમાં કેટલીક આગળના કાલની ચાલુ રહેલી હતી અને કેટલીક એમાં નવી ઉમેરાતી હતી. માટીની આ વસ્તુઓ સામાન્ય વપરાશની તેમજ કોઈ ખાસ પ્રસંગે વપરાતી વસ્તુઓ હતી. આ કાલની તેમજ માટીકામની શોધ થયા પછીની કોઈ પણ વસાહત પર માટીની વસ્તુઓ સૌથી વધુ પ્રમાણમાં મળતી હોય છે. માટીની વસ્તુઓ ઉપરાંત શંખની બંગડીઓ અને મણકા બનાવવાનો આ કાલમાં સારો ઉદ્યોગ હતો. આ ઉદ્યોગની નિશાની પ્રભાસ પાટણ:૮ (પટ્ટ ૮, આ. ૬૦-૬૧), અમરેલી:૯ (પટ્ટ ૬, આ. ૪૦, ૪૧, ૪૨, ૪૪, ૪૫), જૂનાગઢ, વલભી,૫૧ વડનગર, પ૨ નગરા,૫૩ વડોદરા,પ૪ કામરેજ,૫૫ શામબાજીપ (પટ્ટ ૫. આ. ૨૯ ), વગેરે અનેક ઠેકાણે દેખાય છે. શંખના ઉદ્યોગ માટે કાચો માલ દારકા પાસેના સમુદ્રમાંથી મળે છે; એ ઉપરાંત દક્ષિણ ભારતના સમુદ્રમાંથી એ મળે છે. ગુજરાતને ઉદ્યોગ દ્વારકાના કાચા માલ પર આધાર રાખતો હશે. શંખની વસ્તુઓ બનાવવા માટે શંખની જુદા જુદા કદની ગોળ પતરીઓ બનાવતા અને એને સાફ કરીને એની બંગડીઓ બનાવતા. શંખના વચ્ચેના જાડા ભાગમાંથી મણકા બનાવતા હશે. શંખની બંગડી સાદી (પદ ૬, આ. ૪૦) તથા સુશોભનવાળી (પટ્ટ ૫, આ. ૨૯; પટ્ટ ૬, આ. ૪૧, ૪૩, ૪૪, ૪૫) બનતી. સુશોભનોમાં સાદી લીટીઓ અને ઊંડી લીટીઓ મુખ્ય છે. એ ઉપરાંત ચૂડી બનાવવા માટે એની બે બાજુ ઉપસાવીને એની વચ્ચેનો ભાગ મઢતા હશે. સુશોભિત બંગડીની બહારની બાજુ પર અનેક પ્રકારનાં સુશોભન રખાતાં. એના એક પ્રકારમાં બંગડીને શારીને એના ઉપર ભાત ઉપસાવવામાં આવતી. શંખની બંગડીને સુશોભિત કરવા માટે એને લાલ રંગે રંગવામાં આવતી. આ લાલ રંગની જુદી જુદી છાયા દેખાય છે, પણ આ રંગની લાંબે ગાળે શંખ પર થતી અસરને લીધે એ ખવાઈ જતો હોય છે.
SR No.032605
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 02 Mauryakalthi Guptakal
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Parikh, Hariprasad G Shastri
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1972
Total Pages728
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy