________________
૧૫ મું]
સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી
૩િર
રમતાં હોવાનું મૃચ્છકટિક જેવાં નાટક દ્વારા સમજાય છે. માટીના પાસા મળી આવે છે. આ પાસાઓ પર એકથી ચાર આંકડા સમજાય તેવાં નિશાન હોય છે. પાસાઓ વડે રમાતી રમતને આ પરથી ખ્યાલ આવે છે. આ ઉપરાંત નગરા,૪૩ શામળાજી૪ વગેરે સ્થળોએથી સમરસ અથવા લંબચોરસ ઘાટની પકવેલી માટીની વસ્તુઓ મળી આવે છે, તેમાં ઊતરવા માટે પગથિયા જેવી રચના છે અને એની ઉપર દીવા મૂકવા માટે રાખેલી હોય તેવી બનાવટ દેખાય છે. આ જાતની વસ્તુઓ ભારતના જુદા જુદા ભાગોમાંથી મળી આવે છે. એ માનતા માટે બનાવેલું તળાવ હવાને અભિપ્રાય છે. આવાં તળાવ દેવને ચડાવવામાં આવતાં હોવાનો સંભવ છે.
માટીની બીજી વસ્તુઓમાં મણકા ગણાવી શકાય. મણકાના દાણા ગળ પણ (પદ ૫, આ. ૨૭ ) અથવા સોપારી ઘાટના આવે છે, પણ સોપારી ઘાટના મણકા ઘણા મળે છે. એ કાળા અથલા લાલ રંગના હોય છે અને સારી રીતે બનાવેલા હોય છે. આ મણકા જુદા જુદા કાલના થરોમાંથી મળતા હોઈ એના બળે કાલગણના થઈ શકતી નથી અથવા એની બીજી કોઈ વિશિષ્ટતા હાલને તબકકે જાણીતી નથી. મણકા ઉપરાંત બંગડી, કાનમાં પહેરવાનાં તાટક વગેરે માટીનાં આભૂષણ પણ બનાવવામાં આવતાં. આવાં આભૂષણ ઉપરાંત ઝવાં” પણ આ યુગના અવશેષોમાં મળી આવે છે.
પરંતુ માટીની મુદ્રાઓ ઘણી આકર્ષક હોય છે. એ નગરા, વડોદરા, ટીંબરવા, વડનગર વગેરે સ્થળોએથી મળી છે. એ વિવિધ પ્રકારની હોય છે. મુખ્યત્વે એ ગોળાકાર હોઈ એની ઉપર છાપ હોય છે. આ છાપ એની પર બીબું દાબીને પાડવામાં આવે છે. આ છાપને અભ્યાસ કરતાં સમજાય છે કે કેટલીક મુદ્રાઓ પર માત્ર અક્ષરો હોય છે, જ્યારે બીજી ઘણી મુદ્રાઓ પર આકૃતિઓ હોય છે. આવી મુદ્રાઓમાં પ્રથમ પ્રકારની મુદ્રાઓમાં બુદ્ધ, મહાસેન, વિજયમિત્ર અથવા શ્રી જયમિત્ર આદિની નગરામાંથી૪પ મળેલી મુદ્રાઓ અને ટીંબરવામાંથી*. મળેલી મુદ્રા તથા વડનગરનાં મુદ્રાંક ગણાવી શકાય, જ્યારે છાપવાળી મુદ્રાઓમાં ગરુડ, ઘુવડ, ત્રિશલ, નંદી, ફૂલ અથવા આસપાત્રવાળી માનવ–આકૃતિની મુદ્રા વગેરે નમૂના છે. આ મુદ્રાઓ માટી નરમ હોય ત્યારે એના પર બીબું દાબીને તૈયાર કરવામાં આવતી, પણ કેટલીક વાર મારીને ગોળો લઈને એના પર બીબું દબાવવામાં આવતું, તે કેટલીક વાર એ પટ્ટી વાળીને બનાવવામાં આવતી. ઘણી મુદ્રાઓને પાછળ ભાગ દેરા અને ગાંઠનાં નિશાન સાચવે છે તે પરથી એને જે ઉપગ થતું હોય તેની કલ્પના કરી શકાય છે.