________________
૧૫ મું]
સ્થળતપાસ અને ઉખનન દ્વારા મળતી માહિતી
[૩૨૯
શંખના મણકા (પટ્ટ ૬, આ. ૪૨) પ્રમાણમાં ઓછા મળે છે, પણ એ ગોળ, ચોરસ અને એવા બીજા ઘાટના મળી આવે છે.
શંખની સાથે છિપલીની બનાવેલી વસ્તુઓ ક્વચિત મળી આવે છે. આવી મળેલી વસ્તુઓમાં નગરામાંથી પ્રાપ્ત થયેલું ત્રિરત્ન આકૃતિનું એક પદક આ પદાર્થને સારો નમૂનો છે. આ થરમાંથી કેડી તથા બીજી દરિયાઈ છિપાલીઓ પણ પ્રાપ્ત થાય છે.
આ કાલમાં હાડકાંની અણીએ, ભાડાં વગેરે મળતાં ઓછાં થાય છે, પણ એને બદલે પાસા અને અંજનશલાકા જેવી હાડકાંની અને હાથીદાંતની વસ્તુઓ મળે છે. હાડકાં અને શીંગડાની કાંસકીઓ પણ આ કાલમાં મળતી હેઈ એક અનુમાન થઈ શકે છે કે હવે ધાતુ ગાળવાને ઉદ્યોગ વ હતો અને એમાંય ખાસ કરીને લોખંડના વપરાશનું પ્રમાણ વધતાં હાડકાંમાંથી જે મારક સાધન બનાવવામાં આવતાં હતાં તે બનાવવાનું બંધ અથવા ઘણું ઓછું થયું અને પછી હાડકાંના પ્રસાધન તથા રમતનાં સાધન માત્ર બનાવવામાં આવતાં હતાં.
જ્યારે આ કાલમાં લોખંડને વપરાશ વધે એમ લાગે છે ત્યારે આ કાલના મળેલા નમૂનાઓમાં લેખંડ ગાળવાનાં સાધન શામળાજી તથા દેવની મરીમાંથી મળ્યાં છે (પટ્ટ ૭, આ. ૫૫) એ સૂચક છે. શામળાજી, વસ્તાન ડુંગરી (તા. માંગરોળ, જિ. સુરત) અને ધાતવા જેવાં સ્થળોએ લેખંડ ગાળવાનો વ્યવસ્થિત ઉદ્યોગ ચાલતો હતો. શામળાજીમાંથી લેખડ ગાળવામાં વપરાયેલી મૂસ અને ધમણની ભૂંગળી મળી છે. ગાળેલા લેખંડના અવશેષોવાળી મૂસ ઘણી માહિતી આપે છે. ધાતવામાંથી મળેલા લોખંડ ગાળવાના કીટા તથા લેખંડ બનાવવા માટેની કાચી ધાતુ જોતાં લાગે છે કે આ વખતના લુહાર સ્થાનિક પદાર્થોમાંથી લોખંડ બનાવતા. વસ્તાન ડુંગરીના લેખંડના કીટાઓમાં મેંગેનીઝ અને લોખંડ ભેગાં હોવાનું દેખાય છે, તેથી લાગે છે કે લેખંડમાં બીજી ધાતુઓની મેળવણી કરવાનું જ્ઞાન આ કારીગરોને હવાને પૂરતો સંભવ છે. આ હકીક્ત સ્પષ્ટ કરવા બીજા વધુ પ્રયોગ જરૂરી છે.
લેખંડની વસ્તુઓમાં છીણી (પષ્ટ ૮, આ. ૬૩), ભાલેડાં, છરીઓ, ખીલા, સાંકળ, તવેથા, કાતર વગેરે ગણાવી શકાય. આ વસ્તુઓમાં ખીલાનું પ્રમાણ ઘણું વધારે હોય છે, અને એ સ્વાભાવિક છે, કારણ કે ખીલા અનેક કામમાં વપરાતા. ખાસ કરીને ગોળ માથાંવાળા અને લંબચોરસ ઘાટના અણીદાર ખીલા વધારે પ્રમાણમાં વપરાતા (પદ ૮, આ. ૬૨). છરીઓમાં કેટલીક આખી જ લેખંડની બનાવતા, જ્યારે બીજી છરીઓની ઉપર લાકડાને કે એવી કોઈ