________________
૩૧૨]
સૌંચ કાલથી ગુપ્તકાલ
[પ્ર.
કરણ પછી સૈારાષ્ટ્ર સરકારના પુરાવસ્તુ ખાતાએ સૈારાષ્ટ્રમાં કેટલાંક ઉત્ખનન અને સ્થળ-તપાસ કર્યાં. સૈારાષ્ટ્ર સરકારનું મુંબઈ રાજ્યમાં વિલિનીકરણ થયું ત્યારે આ કા કર્તાએ મુંબઈ રાજ્યના પુરાવસ્તુ ખાતામાં પ્રવૃત્તિ કરતા અને ત્યાર બાદ ગુજરાત રાજ્યની સ્થાપના પછી ગુજરાત રાજ્યના પુરાવસ્તુ ખાતામાં પેાતાની પ્રવૃત્તિએ ચલાવે છે.
આ બંને સરકારી ખાતાંઓ ઉપરાંત ગુજરાતના પુરાવસ્તુના વિકાસમાં વિદ્યાસંસ્થાએ પૈકી પૂનાની ડેક્કન કૉલેજે તથા વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુ - વિદ્યાવિભાગે પણ આ ક્ષેત્રમાં નેોંધપાત્ર કામ કર્યું છે. ડેક્કન કૅાલેજે દ્વારકા જેવાં સ્થળાનાં ઉત્ખનનેમાં ઘણા ફાળા આપ્યા છે, જ્યારે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાવસ્તુ-વિદ્યાવિભાગતી સ્થાપના થઈ ત્યારથી એ વિભાગ ગુજરાતમાં સ્થળ-તપાસ તથા ઉત્ક્ષતના કરીને ગુજરાતનાં અનેક અતિહાસક સ્થળેાએ થયેલી માનવપ્રવૃત્તિના તિહાસને વ્યવસ્થિત કરવાના પ્રયત્ન કરે છે.
આ તમામ સસ્થાએમાં કામ કરનાર અનેક ખ્યાતનામ કાર્ય કર્તાના પ્રયત્નને પરિણામે ગુજરાતને ઋતિહાસ અનેક ક્ષેત્રામાં વિસ્તૃત થયા છે. પુરાવસ્તુસામગ્રીના અન્વેષણની આ પ્રવૃત્તિએ તે તે કાળના ભૌતિક પદાર્થાના એના સ્થળેાની સમગ્ર પરિસ્થિતિ સમેન અભ્યાસ કરીને ગુજરાતના તિહાસનાં અનેક અંધકારમય ગણાતાં પાસાં પર નવા પ્રકાશ ફેંકયો છે અને એને લીધે જે ચિત્ર ઊપસે છે તેનું અત્રે મૌ`કાલથી ગુપ્તકાલ સુધીની સમયમર્યાદાને અનુલક્ષીને, આલેખન કરવામાં આવ્યુ છે.
મૌય શાસનકાલની શરૂઆતથી ગુપ્તશાસનકાલના અંત સુધીનેા સમય એટલે ઈ. પૂર્વે ચાથી સદીના ચેાથા ચરણથી ઈ.સ. ની પાંચમી સદીના ત્રીજા ચરણ સુધીતેા આશરે આઠસો વર્ષના સમય છે. આ સમય દરમ્યાન ગુજરાતની ભૌતિક સામગ્રી કેવા પ્રકારની હતી એ જાણવા માટેનાં સાધના તરીકે ઉત્ખનનેાએ ઘણા ભાગ ભજવ્યો છે. ખાસ કરીને નગરાના ઉત્ખનન દ્વારા મળેલી કાલગણનાને લીધે ઈ. પૂ. ની કેટલીક સદીઓની ભૌતિક સામગ્રી જાણવામાં આવી છે, અને એવી સામગ્રી ભરૂચ, કામરેજ ( જિ. સુરત ), ટીંબરવા ( મ. સિનેર, જિ. વડાદરા ), જોખા ( તા. કામરેજ) અને ધાતવા (તા. કામરેજ) જેવાં સ્થળેાએ ઉત્ખનનમાં તથા સાઠોદ (તા. ડભાઈ, જિ. વડાદરા), જાલત (તા. દાહોદ, જિ. પાંચમહાલ ), સામનાથ, આમરા ( જિ. જામનગર), ખેડ વસાઈ (જિ. જામનગર ), વલભીપુર ( જિ. ભાવનગર) વગેરે સ્થળેાએથી મળેલી હોઈ એને આધારે આ