________________
પ્રકરણ ૧૫
સ્થળતપાસ અને ઉતખનન દ્વારા મળતી માહિતી
ગુજરાતની પુરાવસ્તુવિષયક તપાસ પણ ભારતીય પુરાવસ્તુવિષયક તપાસની માફક ઓગણીસમી સદી તથા વીસમી સદીમાં વિકસેલી પ્રવૃત્તિ છે. શરૂઆતમાં કર્નલ ટોડ જેવા સંશોધકે તેમજ એની પહેલાંના મુસાફરે ગુજરાતમાં જોયેલી વસ્તુઓનાં, મકાને અને નગરોમાં વર્ણને કરતા, પણ એમાંથી ઇતિહાસ તારવવાને પ્રયાસ પ્રમાણમાં ઓછો થતો.
ગુજરાતમાં પણ પુરાવસ્તુઓ પૈકી શિલાલેખે, મુદ્રાઓ વગેરેનું અધ્યયન પ્રથમ શરૂ થયું, પણ પ્રાચીન ટીંબા, ટેકરા વગેરે તપાસવાનું અને તેઓને ઉખનન દ્વારા વ્યવસ્થિત અભ્યાસ કરવાનું કામ પ્રમાણમાં નવું છે. બારિયા સૂપ જેવા સ્તૂપનું ઉખનન પંડિત ભગવાનલાલ ઇંદ્રજી જેવા વિદ્વાનોએ કર્યું, પણ એને વ્યવસ્થિત ઈતિહાસ એ કાલનાં ઉખનનેની કક્ષા જોતાં ન મળે એ સ્વાભાવિક છે. | ગુજરાતમાં પુરાવસ્તુ-વિદ્યાને અભ્યાસ કરનાર સંસ્થાઓ પૈકી ભારત સરકારના “ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણ (Archaeological Survey of India) જેવી જૂની સંસ્થાના ઘણા કાર્યકર્તાઓએ ગુજરાતમાં પોતાનું લક્ષ કેંદ્રિત કર્યું અને મૂર્તિઓ તેમજ કેટલાંક પ્રાચીન સ્થળે, ઈમારત વગેરેને અભ્યાસ કર્યો તે એના વાર્ષિક હેવાલ તથા સ્વતંત્ર ગ્રંથ તરીકે પ્રસિદ્ધ થયો છે. સિંધુ નદીની સંસ્કૃતિની શેધ ગુજરાતમાં કરવામાં આ સંસ્થાના અનેક કાર્યકર્તાઓને ઘણો મોટો ફાળો છે. તદુપરાંત એ સંસ્થા આપણી પ્રાચીન ઈમારતોના સંરક્ષણનું પણ ઉત્તમ કાર્ય કરે છે.
ગુજરાતમાં દેશી રાજે પૈકી વડોદરા, જૂનાગઢ, ભાવનગર વગેરેએ પુરાવસ્તુની તપાસ માટે કેટલાક વ્યવસ્થિત પ્રયત્ન કરેલા, તેથી એ રાજ્યનાં કેટલાંક સ્થળો તથા ઈમારતો વગેરેની માહિતી પ્રાપ્ત થાય છે. દેશી રાજ્યના વિલિની
૨૧
..