________________
૧૫ સુ’]
સ્થળતપાસ અને ઉત્ખનન દ્વારા મળતી માહિતી
[ ૩૧૩
કાલની સામગ્રી વર્ણવી છે. નગરા ( ખ ંભાત પાસે ), કાટા ( વડેાદરા ), વડનગર (જિ. મહેસાણા ), શામળાજી ( જિ. સાબરકાંઠા ), સામનાથ વગેરે સ્થળાએ પ્રાપ્ત થયેલા અવશેષેા પરથી જે પ્રકારની ભૌતિક સામગ્રી ઈ. સ. ની પ્રથમ સહસ્રાબ્દીના પૂર્વાર્ધના ઘેરામાંથી મળે છે તે દ્વારા ગુપ્તશાસનકાલના અંત સુધીની ગુજરાતની પરિસ્થિતિની સમાલેાચના કરી છે.
અત્યાર સુધી પ્રાપ્ત થયેલી સામગ્રીને પરિણામે ગુજરાતની ભૌતિક સામગ્રી પૈકી માટીની વસ્તુઓ કાલક્રમે નીચે જણાવેલા ખે તબક્કાઓમાં વહેંચાઈ જતી દેખાય છે અને એના આધારે પડેલા વિભાગે દ્વારા આ ચિત્રના ખીજા અશાના અભ્યાસ કર્યા છે. આ અભ્યાસ ભૌતિક પદાર્થા દારા પતિહાસ-આલેખનને હાઈ એને માટી, પથ્થર, ધાતુ, હાડકાં આદિની વસ્તુઓ, બાંધકામા આદિ વિભાગેામાં વહેંચી દેવામાં આવ્યા છે, પરંતુ એમ કરવા જતાં એના કાલનિણૅય પર પૂરતુ લક્ષ આપવામાં આવ્યું છે. અહીં સ્થળ-મર્યાદા જોતાં દરેક ક્ષેત્રતપાસનું વિગતવાર વર્ણન આપવું અશકય છે, તેથી એ તપાસ પરથી નીકળતી ઐતિહાસિક સામગ્રી આપવામાં આવી છે.
મૌ કાલ અને અનુ-મો કાલ
સાટીનાં વાસણ
માટીકામમાં માટીનાં વાસણ મુખ્ય સ્થાન ધરાવે છે, જે હાલ માટે ભાગે ખંડિત હાલતમાં મળે છે. નગરા, ૧ ટીંબરવા,ર ભરૂચ અને સામનાથના સાથી જૂના થર મૌ`કાલ કરતાં જૂના હોવા બાબત ઝાઝી શકા નથી. એ થરામાંથી કાળાં–અને–લાલ, સાદાં લાલ તેમજ બરછટ લાલ વાસણા મળે છે. આ માટીનાં વાસણાના થરામાં મૌ`કાલના શ્રીમંત વર્ગોમાં વપરાતાં કાળાં ચળકતાં વાસણુ ગુજરાતમાં મળી આવતાં હોઈ, માટીનાં આ ચાર પ્રકારનાં વાસણ ગુજરાતમાં પ્રાગ્-મૌકાલ, મૌ કાલ અને અનુમૌર્ય કાલમાં ઈ. સ. પૂર્વ પ્રથમ સદી સુધીનાં પ્રાપ્ત થાય છે.
કાળાં-અને-લાલ વાસણ
વાસણોને કાંઠે કાળા અને નીચેના ભાગ લાલ હોય છે. આ વાસણોમાં મુખ્યત્વે થાળી, વાડકા અને લાટા જોવામાં આવે છે (પટ્ટ ૪, આ. ૭, ૮, ૯).
આ વાસણમાં કેટલીક વાર આખાં કાળાં અથવા લાલ વાસણ પણ નજરે પડે છે. આ કાળાં-અને-લાલ વાસણ ભારતના જુદા જુદા ભાગેામાંથી મળ્યાં છે.