________________
ર૯૬] મૌર્યકાલથી ગુપ્તકાલ
[પ્ર. ઉત્તરકાલીન કૂર્મપુરાણ, લિંગપુરાણ અને શિવપુરાણમાં ૨૯ ‘કાયાવતાર' નામ આપ્યું છે.
અભિલેખોમાં સિંત્રા-પ્રશસ્તિમાં લકુલીશના જન્મસ્થાન તરીકે લાટ દેશમાં આવેલું “કારોહણ” સ્થળ ગણાવ્યું છે. અર્થાત અહીં કાયાવરોહણુને બદલે કારોહણ” શબ્દ પ્રયોજાયેલ જોવા મળે છે.
“કારવણમાહાસ્યમાં લકુલીશના જન્મસ્થાન તરીકે બે સ્થળોનો ઉલ્લેખ આવે છે:૩૧ ૧. ઉલ્કાગામ૩૨ અને ૨. કાયાવતાર.૩૩ વિશેષમાં આ માહાતમ્યમાં જુદા જુદા સ્થળે “કાયાવતારના પર્યાયરૂપે “કાયાવરોહણ”, “કાયારેપણું, “કારેહણ અને “કારવણ' શબ્દ પ્રયોજાયેલા જોવા મળે છે.
આ સ્થળ લાટ દેશમાં કે ભૃગુક્ષેત્રમાં આવ્યું હોવાનું ઉપર્યુક્ત ઉલ્લેખોમાંના કેટલાકમાં જણાવ્યું છે. ૫ - કાયાવરોહણ ૬ એ મૂળ નામ લાગે છે. એમાંથી ભ્રષ્ટ થયેલું નામ કારેહણ” અને પછી છેલ્લે કારણે થયેલું જણાય છે.૩૭ એટલે અહીં ઉલ્લેખેલ કાયાવરોહણ (કે પછી કાયાવતાર) એ આજનું કારણ.૩૮ બીજા વિદ્વાનોની જેમ ખૂલર પણ આ જ મત ધરાવે છે.૩૯
કારવણને પ્રાચીન લાટમંડલમાં સમાવેશ થતો હતો અને લાટમંડલનું કેંદ્ર ભરકચ્છ, ભૂ કરે છે કે ભરૂચ હતું. આ સ્થળ અને ઓર (ઉર્જા) નદી કારવણ સાથે સંકળાયેલાં હોવાનું અનુશ્રુતિ સૂચવે છે.૪૦
કારણ વડેદરાથી ૧૫ માઈલ (૨૪૪૫ કિ. મી.) દક્ષિણે અને ડભોઈથી ૭ માઈલ (૧૧૪ કિ. મી.) પશ્ચિમે આવેલું છે. એની પ્રાચીનતાની પ્રતીતિ કરાવતા અને આ સ્થળ પાશુપત સંપ્રદાયના સ્થાપક લકુલીશ સાથે સંકળાયાના અનેક પુરાવા આજે પણ પ્રાપ્ત થાય છે. ૪૧ ગણકારિકા' (ગા. ઓ. સિરીઝ, નં. ૧૫)માં પરિશિષ્ટ-૪ તરીકે છપાયેલ કારવણમાહાસ્ય'૪૨ નામે ગ્રંથથી જુદા પ્રકારને “કાયાવરોહણભાડા મ્ય” નામનો ગ્રંથ છે, જેને આધાર આદિપુરાણમાં હોય એવું જણાય છે. એને સારાંશ અને એમાંના કેટલાક ઉતારા ડો. એફ. ડબલ્યુ. ટોમસે અને ડો. વિતરનિબે આપેલા છે.૪૩ એમાં જણાવેલું કાયાવરોહણ દક્ષિણ ભારતમાં હેવાનું એમણે જણાવ્યું છે. એની ચતુઃસીમાનું વર્ણન કરતો લેક નીચે મુજબ છે :
पूर्वाम्भोधितटे रम्यं पुण्डरीकपुरस्य च। 1 ચોગનત્રયીમાન્ત વેબૈત ફળ /