________________
૧૪ મું] અમxદાયે
રહા રકંદપુરાણમાં નકુલી’ અથવા “લકુલીને બદલે “લકુટી' શબ્દનો ઉલ્લેખ કર્યો છે. ૧૭
આચાર્ય હરિભદ્ર ૧૮ અને રાજશેખરસૂરિ ૧૯ એમના “પદ્દર્શનસમુચ્ચય'માં નકુલીશ' શબ્દ પ્રયોજે છે.
માધવાચાર્યો “સર્વદર્શનસંગ્રહ”માં પાશુપત મતના સિદ્ધાંતોની ચર્ચા કરતા શીર્ષકમાં “નકુલીશ-પાશુપતદર્શનલખેલું છે, એટલે એ પણ “નકુલીશ” શબ્દ પ્રયોજે છે.
આત્મસમર્પણમાં લકુલીશ'૨૧ અને એના પર્યાય-રૂપે લકુલી’૨૨ (‘લકુલિન) શબ્દ પ્રયોજેલ જોવા મળે છે.
શિલાલેખમાં એમનું નામ “લકુલીશ' તરીકે જણાવ્યું છે.૨૩ “કારવણમાહાસ્ય'માં “લકુલીશ” શબ્દ પ્રયોજે છે અને એ લગભગ ત્રણેક વાર ઉલ્લેખાયે છે. ૨૪
આમ સાહિત્યિક અને આભિલેખિક ઉલ્લેબમાં નકુલી', “નિકુલીશ', લકુલી’, ‘લકુટી’ અને ‘લકુલીશ'- એવા શબ્દપ્રયોગ જોવા મળે છે. આ બધાં રૂપ એક જ વ્યક્તિત્વ નામનાં ગણાય છે. .
આ નામોના મૂળમાં નકુલી-લકલી -લટી શબ્દ રહે છે. ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ “નકુલી” અને “લકુલી’ વચ્ચે અભેદ રહે છે. એ અનુસાર “નકુલ” કે ‘લકુલ’ શબ્દ પણ સમાન ગણાય.
લકુલનો અર્થ અહીં “લકુટ' હોવાનું જણાય છે. “લકુટીને અર્થ દંડ છે; . અને લકુલીશનાં શિલ્પ-સ્વરૂપમાં એમણે એક હાથમાં લકુટ-દંડ ધારણ કરેલ હોય છે.
પ્રાયઃ લફટ એ આ શૈવ સંપ્રદાયનું વિશિષ્ટ લક્ષણ હશે અને એ સંપ્રદાયના માણસ મૂળમાં શિવના “લકુટી’ સ્વરૂપની ઉપાસના કરતા હશે. આગળ જતાં લકી' ઉપાસકોના આરાધ્ય દેવ તરીકે શિવ લકુલીશ' (અર્થાત “લકુટીશ') તરીકે ઓળખાયા હશે.
જન્મસ્થાન
લગભગ બધા ઉલ્લેખ લકુલીશ કાયાવરોહણ-કાયાવતાર( કારવણમાં જગ્યાનું જણાવે છે. વાયુપુરાણમાં કાયાવરોહણ ના મળ્યું છે, જે પણ