________________
૧૪ મું ]
ધર્મસંપ્રદાયે
[૨૯૭
આ પરથી જણાય છે કે એ કાવેરી નદીથી દક્ષિણ દિશામાં પૂર્વસાગર(બંગાળના અખાત)ને કાંઠે પુંડરીકપુર નામના નગરથી ત્રણ યોજન દૂર આવેલું હતું. એ હસ્તપ્રતમાં જે વિશેષ હકીકત છે તે ઉપરથી એમ જણાય છે કે ગાર્ચ ગોત્રના પુંડરીકે કાયાવરોહણેશ્વરનાં લિંગ કાંચી, કુંભકોણમ અને પુંડરીકપુરથી એક બેજન દૂર પૂર્વ સાગરના તટે સર્વ તીર્થોની પાસે સ્થાપ્યાં હતાં અને આમ કાયાવરોહણનું માહાત્મ્ય દક્ષિણ ભારતમાં અને પૂર્વ-પશ્ચિમનાં સ્થાને લગી પહોંચી ગયું હતું “લકુલીશ' નામના બે મહાપુરુષ
છે. સાલેતરના મત પ્રમાણે લકુલીશ નામે બે ધાર્મિક મહાપુરુષ થયા, તેમાંના એક પહેલી શતાબ્દીમાં થયા.૪૪
બીજા લકુલીશ એ છે કે જેને ડે. મૂલરે અને મિ. લેવિસ રાઈસે ૧૧ મા સૈકાના આલેખ્યા છે. આ લકુલીશ દક્ષિણ ભારત અને ગુજરાત વચ્ચે સાંસ્કૃતિક એકમ સમાન હતા.૪૫ ડૉ. હુશેના મત પ્રમાણે એમણે પોતાની કારકિર્દીને આરંભ તમિળનાડુ રાજ્યના ઉત્તર આર્કોટ જિલ્લાના મેલાપાડા ગામથી કર્યો હશે.૪૧ ઈ. સ. ૧૦૩૬ માં તેઓ મૈસૂર રાજયના શીકરપુર તાલુકાના બલ્લીગ્રામમાં સ્થિર થયાનું જણાય છે. ૪૭
આ આચાર્ય આખરે લાટ દેશમાં આવેલા કારેહણ ગયા.૪૮ લકુલીશને સમય
વિ. સં. ૧૩૪૩(ઈ. સ. ૧૨૮૭)ની સિંત્રાપશરિતમાં કહ્યું છે કે શિવ ભારક શ્રી લકુલીશ-રૂપે અવતર્યા હતા અને લાટ દેશમાં આવેલા કારેહણમાં રહેતા હતા.૪૯
વિ. સં. ૧૦૨૮(ઈ. સ. ૯૭૧ )ના એકલિંગજી પાસેના નાથના મંદિરભાના શિલાલેખમાં લખ્યું છે કે શિવ લકુલી-રૂપે ભૃગુકચ્છ દેશમાં અવતર્યા હતા.૫૦
વિ. સં. ૯૯૯(ઈ. સ. ૯૪૩)ના મૈસુરના હેમાવતી પાસેથી મળેલા શિલાલેખમાં લકુલીશ મુનિનાથ ચિલ્લક-રૂપે પિતાનાં નામ અને ધર્મને જાળવી રાખવા માટે અવતર્યાને ઉલ્લેખ છે.પ૧
આ લેખ પરથી જણાય છે કે પાશુપતાચાર્ય લકુલીશ દશમી શતાબ્દી પહેલાં થઈ ગયા છે, એટલું જ નહિ, પણ ઈ.સ. ૯૪૩ માં તે એમને મત