________________
૨૮૮]
મૌર્યકાલથી ગુપ્તકાલ
(પ્ર.
ઉત્તરાવસ્થામાં જૈન સાધુ થ હતો અને એણે “ભૂતબલિ' નામ ધારણ કર્યું હતું એવી એક અનુશ્રુતિ છે. ૧૬ જૈન આગમની વલભ-વાચના આય નાગાર્જુને સંકલિત કરાવી હતી અને સર્વ જૈન આગમ દેવદ્ધિગણિની અધ્યક્ષતામાં પ્રથમ વાર વલભીમાં લિપિબદ્ધ થયા હતા. સૌરાષ્ટ્રનું પ્રભાસ અથવા ચંદ્રપ્રભાસ એક પ્રાચીન જૈન તીર્થ હતું.૧૭ ઢંકાપુરી (ઢાંક) પણ એક જૈન તીર્થ હતું,
જ્યાં યાત્રા-પ્રસંગે ગયેલા પાદલિપ્તસૂરિનો સિદ્ધ નાગાર્જુન સાથે સમાગમ થયો હતો.૧૮ નાગાર્જુને શેઢી નદીના કિનારે પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી સ્તંભનક તીર્થ સ્થાપ્યું, જ્યાં અત્યારે થામણ આવેલું છે. ૧૯ ઉત્તર ગુજરાતમાં વઢિયારમાં આવેલું જૈન તીર્થ શંખેશ્વર એ પ્રાચીનતર જૈન અનુશ્રુતિઓનું શંખપુર જણાય છે અને એની સ્થાપના શ્રીકૃષ્ણના સમયમાં થયાનું મનાય છે. આમ અનેક જૈન તીર્થ ગુજરાતમાં હતાં.
સૌરાષ્ટ્રના ડુંગરમાં જૈન સાધુઓ માટે અનેક વિહાર આ સમયમાં કેરાયેલા છે. જૂનાગઢમાં ગિરનારના દરવાજા પાસે હાલ બાવા યારાના મઠ નામે ઓળખાતી ગુફાઓ છે તે જૈન હોવાનું જણાય છે. ઢાંક ગામ પાસેના ડુંગરની પશ્ચિમની ધારે કેટલીક ગુફાઓ છે તેમાં આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, મહાવીર વગેરે તીર્થકરોની પ્રતિમાઓ કરેલી છે. સાણાની ગુફાઓ પણ જૈન તીર્થની હોવાનું મનાય છે. આ બધી વિગતો ગુજરાતમાં જૈન તીર્થની લેકપ્રિયતા સૂચવે છે. બૌદ્ધ ધર્મ
આ સમયમાં જૈન ધર્મની જેમ બૌદ્ધ ધર્મ પણ ગુજરાતમાં પૂર્ણ કળાએ પ્રકાશતો જોવામાં આવે છે. ઈ. સ. પૂર્વે ત્રીજા સૈકામાં અશેકના સમયમાં આ પ્રદેશમાં બૌદ્ધ ધર્મને પ્રચાર શરૂ થઈ ગયો હશે એમ જણાય છે. ગુજરાતમાં કેટલાંક સ્થળોએ બૌદ્ધ ભિક્ષુઓ માટે ઈન્ટરી વિહાર અને સ્તૂપો બંધાયા છે, તે કેટલીક જગ્યાઓએ ડુંગરોમાં વિકારો અને સૈલગ્રહ કોતરાયેલાં છે. જેવાં કે જૂનાગઢ, સાણા, તળાજા, ખંભાલિડા અને રાણપુર(બરડા પહાડની પશ્ચિમ તળેટી નજીક)માં. સાણા અને રાણપુર બરડા)માં અનુક્રમે ભીમેશ્વર અને ધિંગેશ્વર મહાદેવનાં લિંગ પૂજાય છે તે હકીકતે બૌદ્ધ સ્તૂપો જ છે. ઢાંક પાસે ઝીંઝુરીઝરની ગુફાઓ પણ જાણીતી છે. જૂનાગઢ પાસે બોરિયાનો ઈ ટેરી બૌદ્ધ સ્તૂપ અને ઈટવાને બૌદ્ધ વિહાર મળે છે. બૌદ્ધ ધર્મના બંને સંપ્રદાય-હીનયાન અને મહાયાન-અહીં પ્રચલિત હોવાનું એ ઉપરથી જણાય છે.