________________
૧૪ મું]
ધર્મસંપ્રદાયે
[૨૮૭
સ્વરૂપે વિદ્યમાન છે. ગુજરાતના સાંસ્કૃતિક ઈતિહાસન શીળા સાતત્યમાં આ જળાશયન તથા એ બાંધનારાઓનો ફાળો જેવો તેવો નથી. જૈન ધર્મ
બાવીસમાં જૈન તીર્થંકર નેમિનાથ દ્વારકાના યાદવ રાજકુમાર હતા અને, અનુશ્રુતિ પ્રમાણે, એમનું નિર્વાણ ઉજજયંત-ગિરનાર ઉપર થયું હતું. એમની પૂર્વે પણ ગુજરાતમાં જૈન ધર્મનો પ્રચાર કેઈ સ્વરૂપે હશે, પણ એમના સમયથી તો ગુજરાતમાં જૈન ધર્મને વેગ મળ્યો હશે. મૌર્ય અને ક્ષત્રપાલમાં ગુર્જરદેશમાં જૈન ધર્મની કપ્રિયતા ચાલુ રહી હતી અને ઈ. સ. ના ચોથા સૈકાના આરંભમાં તથા પાંચમા સૈકાના ઉત્તરાર્ધમાં આગમ સાહિત્યની સંકલના માટે અગત્યની પરિપદે વલભીમાં મળી, એ બતાવે છે કે પૂર્વ ભારતમાં ઉદ્દભવેલા જૈન ધર્મનું કેન્દ્રસ્થાન એ કાળે પશ્ચિમ ભારત હતું.
આર્ય ખપૂટ, કાલકાચાર્ય, પાદલિપ્તસૂરિ, વજુભૂતિ, નાગાર્જુન વગેરે પ્રભાવશાળી જૈન આચાર્ય આ કાલમાં થઈ ગયા. આર્ય ખપુટ અથવા ખપુટાચાર્ય ઈ. સ. પૂર્વે પહેલી સદીમાં વિદ્યમાન હતા. એમનું પ્રત્તિક્ષેત્ર ભરૂચ આસપાસને પ્રદેશ હતું. બૌદ્ધો સાથેની એમની સ્પર્ધા, અને વિવાની અનુકૃતિઓ આગમ-સાહિત્યમાં તેમજ “પ્રભાવક-ચરિત” વગેરેમાં નોંધાઈ છે. એમના સમયમાં
અશ્વાવબોધ' નામે જૈન તીર્થ ભરૂચમાં હતું, જેની આબાદી નિદાન વસ્તુપાલ-તેજપાલના સમય સુધી ચાલુ રહી હતી. ૧૨ પંચમીને બદલે ચતુર્થીને દિવસે પયું પણુપર્વની ઉજવણી શરૂ કરાવનાર કાલકાચાર્ય ઉજજયિનીના ગઈ ભિલોના ઉછેર માટે પારસકૂલ અર્થાત ઈરાનને કિનારેથી, શકોને તેડી લાવ્યા હતા. તેઓ ત્યાંથી પ્રથમ સુરાષ્ટ્રમાં આવ્યા હતા. એ સમયે ભરૂચમાં કાલકાચાર્યના ભાણેજે બલમિત્ર-ભાનુમિત્ર રાજ્ય કરતા હતા. કાલકાચાર્યને સમય પણ ઈ. સ. પૂર્વે પહેલી સદીને છે. ૧૩ પાદલિપ્તપુર-પાલીતાણાનું જૈન તીર્થ પાદલિપ્તસૂરિની રકૃતિ જાળવી રાખે છે, જેને આપણે અભ્યાસપાત્ર કાલખંડમાં તીર્થ તરીકે પાલીતાણાની પ્રસિદ્ધિ પછીના સમયે જેટલી વ્યાપક નહોતી. ગિરનાર પણ જૈન તીર્થ હતું. વજભૂતિ આચાર્ય ભરૂચમાં રહેતા હતા અને એક વિખ્યાત કવિ હતા. ૧૪ શાતર (સાધુને વસતિ આપનાર ગૃહસ્થ) કેને કહેતો એ વિશે લાટાચાર્યને મત આગમ સાહિત્યમાં ટાંકેલે છે. આ લાટાચાર્ય લાટવાસી જ હશે. ૧૫ પ્રસિદ્ધ જૈન તાર્કિક અને સ્તુતિકાર સિદ્ધસેન દિવાકરે પિતાની ઉત્તરાવસ્થામાં ભરૂચ આસપાસના પ્રદેશમાં વિહાર કર્યો હતે. ભરૂચને રાજા નોવાહના