________________
૨૮૬]
મોર્યકાલથી ગુપ્તકાલ
પ્રિ.
મૂકી એ પિયર ચાલી ગઈ. સૂર્ય છાયાને જ સંજ્ઞા સમજતા હતા. છાયા સૂર્યના અસહ્ય પ્રકાશથી એમની પાસે જઈ શકતી નહોતી. આથી સૂર્ય પોતાની સોળ કળાઓમાંથી બાર કળા પ્રભાસનાં પર સૂર્યમંદિરમાં મૂકી દીધી, અને ચાર પોતે રાખી. આ કથાનક અનુસાર સંભવ છે કે પ્રભાસમાં જૂના સમયમાં સૂર્ય પૂજા પ્રચલિત હશે.૧૧ પ્રભાસમાં આજે પણ સૂર્યમ દિરનો અવશેષ છે તે એ જૂની પરંપરાનું સાતત્ય બતાવે છે. “નિશીથ સૂત્ર”ની ચૂર્ણિ( ઉ. 11 માં આનંદપુરનું બીજું નામ અકસ્થલી આપ્યું છે. અર્ક એટલે સુર્ય “
અ લી ” નામનું નિર્વાચન એક જ રીતે શકય છે, અને તે એ કે પ્રાચીન અર્કસ્થલી પણ કેટવર્કની જેમ સૂર્ય પૂજાનું કેદ્ર હોય. જે કાલખંડની આપણે ચર્ચા કરીએ છીએ તેમાં સૂર્યપૂજાને કેટલે પ્રચાર હશે એ નિમિત રૂપે કહેવાનું શક્ય નથી. જોકે પછીના સમયમાં ગુજરાતમાં સૂર્યપૂળ સર્વત્ર વ્યાપક બની હતી અને સૂર્યનાં નાનાં મોટાં પુષ્કળ મંદિર બન્યાં હતાં, એ જોતાં પૂર્વ કાળે પણ સૂર્ય પૂજા પ્રચલિત હોય એમ માનવું ઉચિત છે.
પૂર્તધર્મ
બ્રાહ્મણ ધર્મની વિવિધ શાખાઓની વાત સાથે પૂર્વધર્મને ઉલેખ પણ આવશ્યક છે. વાવ, કૂવા, તળાવ, દેવાલય આદિ કાપણી બાંધકામ કરવાં તથા અનક્ષેત્ર, વાડીઓ વગેરે પરમાર્થ સ્થાપવાં એને ધર્મશાસ્ત્રોમાં પૂર્તધર્મ' કહ્યો છે; અશિહોત્ર, તપ, સત્ય, વેદોનું પાલન, આતિથ્ય અને વિશ્વદેવ એ ઈષ્ટ ધર્મ છે. એ બંને મળીને છંપૂર્વ થાય. પૂર્વ ધર્મ આચરવાને અંધકાર સમાજના સર્વ વર્ગોને હતો. સુદર્શન સરોવરનું બાંધકામ તથા એને ક્ષત્રપટલમાં અને ગુપ્તકાલમાં એમ બે વાર જીર્ણોદ્ધાર એ પ્રાચીન ગુજરાતમાં પૂર્તધર્મનું બહુ ગણનાપાત્ર ઉદાહરણ છે. ક્ષત્રપ રાજાઓના લેખોમાં પણ પૂર્તધર્મનાં નાનાંમોટાં કેટલાંક કાર્યોના ઉલ્લેખ મળે છે. પ્રાચીન ગુર્જર દેશમાં–ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં--સરોવર, વાવ અને કૂવાના બાંધકામને સવિશેષ મહત્વ મળેલું છે. ગુજરાત અને રાજસ્થાન વાવોને પ્રદેશ છે. પીવાના પાણી તેમજ ખેતી બંને માટે સરોવર અને વાવ અ યુપયોગી હતાં. ઠેઠ સુદર્શન સરોવરના સમયથી માંડી અર્વાચીન કાલ સુધી સરોવર અને વાવની આ સંસ્કૃતિનું સાતત્ય ગુર્જરદેશમાં રહ્યું છે અને ઈતિહાસમાં યાદગાર હોય અને સાહિત્યમાં એની સ્મૃતિ સચવાઈ હોય તેમાં સંખ્યાબંધ સરવરે અને વાતો ગુર્જર દેશના વૃત્તાંતમાં જણાય છે અને એ પૈકી કેટલાંક તે આજે પણ અવશેષરૂપે કે લગભગ અવિકલ